તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Friday, 11th September 2026
ગુજરાતનું દેવું ૪,૩૦,૩૨૦ : ૫૫૦૦૦ કરોડનો વધ્યો બોજો
ગુજરાત વિધાનસભામાં રાજ્યની આર્થિક સ્થિતિ અને સરકાર પરના દેવાના બોજની વિગતો રજુ થઈ : તિજોરીમાંથી રૂ.૬૧૧૨૦ કરોડ તો દેવા ચૂકવણી પાછળ ખર્ચાશેઃ બે વર્ષમાં વ્યાજ પેટે જ રૂ.૫૨૫૬૯ કરોડ ચુકવ્યાઃ વિકાસલક્ષી ખર્ચા પર કાપ મૂકવો પડે તેવી સ્થિતિ

નવી દિલ્હી,તા.૧૧: ગુજરાત રાજ્યની આર્થિક સ્થિતિ અને સરકાર પરના દેવાના વધતા બોજ અંગે વિધાનસભામાં મહત્વની વિગતો રજૂ કરવામાં આવી છે. જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન યુસુફભાઈ ખેડાવાલા દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના જાહેર દેવા અંગેના સત્તાવાર આંકડાઓ જાહેર કર્યા છે. આ આંકડાઓ અનુસાર, આગામી વર્ષોમાં રાજ્યની આર્થિક જવાબદારીઓમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. જેમાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા ડેટા મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ગુજરાતનું કુલ જાહેર દેવું ૩,૭૪,૮૫૫ કરોડ રૂપિયા હતું. પરંતુ, વર્ષ ૨૦૨૫-૨૬ માટેના સુધારેલા અંદાજ મુજબ આ દેવું વધીને ૪,૩૦,૩૨૦ કરોડ રૂપિયા સુધી પહોંચવાની શક્યતા છે. આમ, દેવાના આંકડામાં થયેલો આ વધારો રાજ્યના આર્થિક આયોજન અને નાણાકીય શિસ્ત અંગે ચર્ચાનો વિષય બન્યો છે.
દેવાની રકમની સાથે તેની પરત ચૂકવણીના આંકડા પણ નોંધપાત્ર છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન સરકારે વ્યાજ પેટે ૨૫,૬૦૪ કરોડ રૂપિયા અને મુદ્દલની ચૂકવણી પેટે ૨૯,૧૨૬ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. જ્યારે ૨૦૨૫-૨૬ના સુધારેલા અંદાજ મુજબ, વ્યાજની રકમ વધીને ૨૭,૦૯૫ કરોડ રૂપિયા અને મુદ્દલની ચૂકવણી ૩૪,૦૨૫ કરોડ રૂપિયા થવાની ધારણા છે. એટલે કે, સરકારની તિજોરીમાંથી આગામી નાણાકીય વર્ષમાં કુલ ૬૧,૧૨૦ કરોડ રૂપિયા માત્ર દેવાની ચૂકવણી પાછળ ખર્ચવામાં આવશે તેવો અંદાજ છે.
રાજ્યના બજેટનો એક મોટો હિસ્સો ભૂતકાળમાં લીધેલા દેવાની ભરપાઈ કરવામાં વપરાઈ રહ્યો છે. ૨૦૨૪-૨૫ની સરખામણીએ ૨૦૨૫-૨૬માં વ્યાજની ચૂકવણીમાં આશરે ૧૪૪૯૧ કરોડ અને મુદ્દલની ચૂકવણીમાં ૪૮૯૯ કરોડનો વધારો થવાનો અંદાજ છે.
વધતું જતું જાહેર દેવું રાજ્યના ભાવિ વિકાસલક્ષી ખર્ચાઓ અને કલ્યાણકારી યોજનાઓ માટેના ભંડોળ પર કેવી અસર કરશે તે આગામી સમયમાં ચર્ચાનો વિષય રહેશે.
વિધાનસભામાં રજૂ થયેલી આ માહિતી બાદ રાજ્યની આર્થિક સ્થિતિ અંગેના વિવિધ પાસાઓ પર ચર્ચાઓ તેજ બની છે. નિષ્ણાતોનું માનવું છે કે, દેવાની ચૂકવણી માટે વર્ષે-દહાડે વધતી જતી રકમ રાજ્યની આર્થિક વ્યવસ્થાપન સામે નવા પડકારો ઊભા કરી શકે છ.(૪૦.૪૯)ે
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
