<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

ગુજરાતીઓને દરરોજ સરેરાશ ૭૩૦ ગ્રામ દૂધ પીવા મળે છે

દૂધની માથાદીઠ ઉપલબ્‍ધતામાં ચોથા સ્‍થાને : આજે વિશ્વ દૂધ દિવસઃ ભારતના કુલ દૂધ ઉત્‍પાદનમાં ગુજરાતનો ૭.૭૮ ટકા જેટલો ફાળો

નવી દિલ્‍હી,તા.૧: ગુજરાતમાં દૂધની માથાદીઠ ઉપલબ્‍ધતા છેલ્‍લા એક દાયકામાં ૪૮ ટકા વધીને ૭૩૦ ગ્રામ પ્રતિ દિન થઈ છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૪૮૫ ગ્રામ પ્રતિ દિવસ કરતાં વધારે છે.

દર વર્ષે ૧ જૂનની ઉજવણી ‘વિશ્વ દૂધ દિવસ' તરીકે કરવામાં આવે છે.   ગુજરાત આજે વાર્ષિક ૧૯ મિલિયન ટનથી વધુ દૂધ ઉત્‍પાદન સાથે ભારતના કુલ દૂધ ઉત્‍પાદનમાં ૭.૭૮ ટકા જેટલો મહત્‍વનો ફાળો આપી રહ્યું છે. છેલ્‍લા બે દાયકાની વાત કરીએ તો, રાજ્‍યના દૂધ ઉત્‍પાદનમાં ૧૨.૫ મિલિયન ટનનો રેકોર્ડબ્રેક વધારો થયો છે, જેના પરિણામે ગુજરાત આજે દેશમાં ચોથા ક્રમે પહોંચ્‍યું છે. આ સમયગાળા દરમિયાન વાર્ષિક સરેરાશ વિકાસ દર પણ ૯.૩૦ ટકા રહ્યો છે.

ગુજરાતમાં પશુપાલકોને ખૂબ જ નજીવા દરે પશુઓમાં ‘‘સેક્‍સ્‍ડ સીમેન ડોઝ' આપવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે, જેનો સફળતા દર ૯૦ ટકાથી વધુ છે એટલે કે, ૯૦ ટકા પશુઓ વાછરડીને જન્‍મ આપે છે. વાત માથાદીઠ દૂધની ઉપલબ્‍ધતાની કરવામાં આવે તો તેમાં પંજાબ મોખરે છે. પંજાબમાં માથાદીઠ દૂધ ઉપલબ્‍ધતા ૧૩૧૮ ગ્રામ પ્રતિ દિવસ છે. ગુજરાત યાદીમાં ચોથું સ્‍થાન ધરાવે છે.

કયા રાજ્‍યમાં દૂધની સૌથી વધુ માથા દીઠ ઉપલબ્‍ધતા (ગ્રામ/દિવસ)

રાજ્‍ય      ઉપલબ્‍ધતા

પંજાબ     ૧૩૧૮ ગ્રામ

રાજસ્‍થાન  ૧૨૨૯ ગ્રામ

હરિયાણા   ૧૧૨૮ ગ્રામ

ગુજરાત    ૭૩૦ ગ્રામ

આંધ્ર પ્રદેશ     ૭૧૬ ગ્રામ

(10:19 AM IST)