News of Wednesday, 7th October 2026
GSTના IRNમાં ભૂલ થઈ તો સુધારવા માટેની માર્ગદર્શિકા જાહેર
આઈઆરએનમાં ભૂલ હશે તો ઈ-વેબિલ ફરી બનાવવું પડશે : ઈનવોઈસ બનાવવામાં આવ્યા બાદ પોર્ટલ પરથી જ તૈયાર થતો આઈઆરએન

મુંબઈ,તા.૭: જીએસટીમાં ઈનવોઈસ બનાવતી પોર્ટલ પરથી બનાવેલા ઇનવોઇસમાં જે નંબર તૈયાર થયો હોય તેના આધારે ઇ-વે બિલ બનાવી દેવામાં આવતું હોય છે. પરંતુ કેટલાક કિસ્સામાં વેપારી દ્વારા ઇનવોઇસ બનાવવામાં ભૂલ કરી હોય છે. તેમ છતાં આઇઆરએન નંબર બદલી શકાતો નથી. જોકે ૨૪ કલાકની અંદર વેપારીને તેની જાણકારી મળી જાય તો તેમાં સુધારો કેવા પ્રકારે કરવામાં આવવો જોઇએ તેની જાણકારી આપતી વિગતો જાહેર કરવામાં આવી છે.
વેપારીએ ઈનવોઈસ બનાવતા જે ભૂલ કરી હોય તો આઇઆરએનમાં સુધારો થઈ શકે તેમ નથી. પરંતુ વેપારીએ આઈઆરએન નંબર સાથે જોડાયેલા ઈ-વે બિલને રદ કરી દેવું પડશે. ત્યારબાદ આઈઆરપી પોર્ટલ પર જઈને આખો આઇઆરએન રદ કરવાનો રહેશે, કારણ કે પોર્ટલ પર આંશિક કેન્સલેશન શકય નથી. ઈ આરપી સિસ્ટમમાં યોગ્ય સુધારો કર્યા બાદ નવા ઈનવોઈસ નંબર સાથે નવો આઈએરએન જનરેટ કરવાનો રહેશે. કેન્સલ થયેલા ઈનવોઈસ નંબરનો ઉપયોગ ચાલુ નાણાકીય વર્ષમાં ફરીથી કરી શકાતો નથી.
જો ૨૪ કલાક કરતાં વધુ સમય વીતી જાય તો આઇઆરપી પોર્ટલ પરથી આઈઆરએન કેન્સલ થઈ શકતો નથી. આ સંજોગોમાં નિયત કાયદાકીય પદ્ધતિ અપનાવવી અનિવાર્ય બને છે. તેમાં સીજીએસટી એકટની કલમ ૩૪ હેઠળ ક્રેડિટ નોટ આપવી પડે છે. આ માટે ડેબિટ નોટ જારી કરવાની જોગવાઈ છે. વેપારીઓએ ધ્યાને રાખવું જરૃરી છે કે જીએસટીઆર-૧ કે ટેબલ
૯એના આંકડા બદલવાથી ઓરિજિનલ આઈઆરએન કે કયુઆર કોડ બદલાતો નથી. ખોટો જીએસટીએન કે ઈનવોઈસ નંબર જેવી મૂળભૂત ભૂલો માટે ક્રેડિટ નોટ અને નવું ટેકસ ઈનવોઈસ જારી કરવું વધુ સરળ રહેશે. આ માટેની જાણકારી આપતી માર્ગદર્શિકા પોર્ટલ પર જારી કરી દેવામાં આવી છે. તેના કારણે વેપારીઓ વધુ સરળતાથી સમજી શકે તેવી પણ વ્યવસ્થા જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ માટે વેપારીઓએ ઈનવોઈસ બનાવતા પહેલા પૂરતી તકેદારી રાખવી ખૂબ જ જરૃરી છે.
IRP પર ઇનવોઇસ સહિતની જાણકારી આપવી ફરજિયાત
૧૦ કરોડ કે તેથી વધુ વાર્ષિક ટર્નઓવર ધરાવતા કરદાતાઓએ દસ્તાવેજની તારીખથી ૩૦ દિવસની અંદર આઇઆરપી પર ઇનવોઇસ, ક્રેડિટ નોટ કે ડેબિટ નોટ રિપોર્ટ કરવી ફરજિયાત છે. નિયત સમયમર્યાદા બાદ પોર્ટલ દ્વારા દસ્તાવેજો સ્વીકારવામાં આવતા નથી. ઉપરાંત ખરીદદારની ઈનપુટ ટેકસ ક્રેડિટ જોખમાય નહીં તે માટે તેમને પણ લેખિતમાં જાણ કરવાની સલાહ આપવામાં આવી છે. સીએ.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
