તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
GST કાઉન્સિલની બેઠકનો પ્રારંભઃ વેપારીઓ અને કરદાતા માટે રાહતોનો વરસાદ વરસશે
નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મંથનઃ આ બેઠકમાં રિફંડ, ITC અને ઈ-કોમર્સ ક્ષેત્રે મોટા ફેરફાર થવાના સંકેત

નવી દિલ્હી, તા.૮: દેશના કર માળખામાં ક્રાંતિકારી ફેરફારો લાવવા માટે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં દેશભરના વેપારીઓ, એમએસએમઇ ક્ષેત્ર અને વિવિધ ઉદ્યોગોને રાહત આપવા માટે અનેક મોટા પ્રસ્તાવો પર ચર્ચા ચાલી રહી છે. નાણામંત્રીએ અગાઉ જ સ્પષ્ટ કર્યું હતું કે આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કર પ્રક્રિયાઓને વધુ પારદર્શક અને સરળ બનાવવાનો છે, જેથી વ્યાપારીઓને પાલન કરવામાં સરળતા રહે.
આ બેઠકનો સૌથી મોટો અને એજન્ડા કર ગુનાઓનું ડીક્રિમિનલાઇઝેશન છે. હાલના નિયમો અનુસાર કમિશનરને શંકાસ્પદ વ્યવસાય માલિકોની સીધી ધરપકડ કરવાની સત્તા છે, જેને લઈને ઉદ્યોગ જગતમાં ભારે અસંતોષ હતો. હવે કાયદા સમિતિની ભલામણના આધારે આ ધરપકડની જોગવાઈઓને હળવી કે દૂર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. આ ઉપરાંત, વેપારીઓની લાંબા સમયથી ચાલતી માંગને ધ્યાનમાં રાખીને, રિસ્ક સ્કોર અને ડેટા મેચિંગના આધારે માત્ર ૭ દિવસની અંદર ઓટોમેટેડ રિફંડ સીધા બેંક ખાતામાં જમા થવાની નવી સિસ્ટમ પર મહોર લાગી શકે છે.
આ બેઠકમાં સૌથી મોટો રાહતરૂપ પ્રસ્તાવ કર ગુનાઓ અને ધરપકડની કડક જોગવાઈઓને હળવા કરવાનો છે. હાલના સીજીએસટી કાયદા હેઠળ કમિશનરને શંકાસ્પદ વ્યવસાયકારોની સીધી ધરપકડ કરવાની સત્તા છે, જેને દૂર કરવાની ભલામણ કાયદા સમિતિ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત, ઓટોમેટેડ રિફંડ સિસ્ટમ વધુ ઝડપી બનાવવાની તૈયારી છે, જેના અંતર્ગત રિસ્ક સ્કોર અને ડેટા મેચિંગના આધારે માત્ર ૭ દિવસની અંદર કોઈપણ સરકારી દફતરની મુલાકાત લીધા વગર સીધા બેંક ખાતામાં રિફંડ જમા થઈ જશે.
સાથે જ, ઈ-કોમર્સ ક્ષેત્રને મોટી રાહત આપતા દરેક રાજ્યમાં અલગ નોંધણી મેળવવાની ઝંઝટ દૂર કરવા અને માલ ડિલિવરી સેવાઓ પરનો જીએસટી દર ઘટાડીને ૫ ટકા કરવાના પ્રસ્તાવ પર વિચાર થઈ રહ્યો છે. કંપનીઓ દ્વારા કર્મચારીઓને અપાતા જૂથ વીમા (પ્રીમિયમ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ નો લાભ આપવા અને સપ્લાયરની ભૂલના કારણે ખરીદનારનું રિફંડ નહીં અટકાવવા જેવા નિર્ણયો લેવાય તેવી પૂરી શકયતા છે.
આ નિર્ણયોથી ભારતીય વેપાર જગત અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વેપાર કરવામાં સરળતામાં મોટો ફાયદો થશે. સરકારના આ પગલાંથી લાખો કરદાતાઓને બિનજરૂરી કાનૂની જટિલતાઓ અને દંડમાંથી મુક્તિ મળવાની અપેક્ષા છે, જે દેશના આર્થિક વિકાસને વધુ વેગ આપશે.
આ ઉપરાંત, ઈ-કોમર્સ ક્ષેત્રને મોટી રાહત આપતા અલગ-અલગ રાજ્યોમાં રજીસ્ટ્રેશન મેળવવાની ઝંઝટમાંથી મુક્તિ અને માલ ડિલિવરી સેવાઓ પરનો જીએસટી દર ૧૮% થી ઘટાડીને ૫% કરવાનો મહત્વનો પ્રસ્તાવ પણ સામેલ છે. સાથે જ કંપનીઓ દ્વારા કર્મચારીઓને અપાતા જૂથ વીમા પ્રીમિયમ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ નો લાભ આપવાની મંજૂરી અને સપ્લાયરની ભૂલના કારણે ખરીદનારનું રિફંડ નહીં અટકાવવાના નિર્ણયો લેવાય તો ભારતીય વેપાર જગત માટે આ એક મોટી દીવાળી ભેટ સાબિત થશે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
