તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
દુલ્હાની કાર ફૂલોવાળી નહીં, ફળોવાળી
સંતરાં, લાલ સફરજન, દાડમ અને દ્રાક્ષના ગુચ્છાથી આખી કારને સજાવવામાં આવી છે

મુંબઈ,તા.૧૫: લગ્નની સીઝનમાં દરેક વ્યક્તિને કંઈક અલગ જ સ્વેગ દેખાડવાનું ભૂત માથે ચડેલું હોય છે. કોઈએ ન કર્યું હોય એવું પોતાનાં લગ્નમાં કરવાની ઇચ્છા દરેકની હોય છે. સોશ્યલ મીડિયામાં બતાવેલી એક દુલ્હાની જાન લઈ જવાની ગાડીની સજાવટ રંગબેરંગી તો છે જ, સ્વાદિષ્ટ પણ છે. યસ, એમાં સજાવટ માટે રંગબેરંગી ફૂલો નહીં પરંતુ વિવિધ રંગનાં ફળોની સજાવટ કરવામાં આવી છે. સંતરાં, લાલ સફરજન, દાડમ અને દ્રાક્ષના ગુચ્છાથી આખી કારને સજાવવામાં આવી છે. આ જોઈને કેટલાક લોકોને સવાલ થયો હતો કે કદાચ આ દુલ્હો ફ્રૂટ્સનો હોલસેલર વેપારી હોવો જોઈએ. સ્વાદિષ્ટ ફળોની સજાવટને કારણે કોઈકે આ દુલ્હો ડોક્ટર હોવાની સંભાવના પણ વ્યક્ત કરી હતી, કેમ કે ડોક્ટરો આજકાલ વધુ ફળો ખાઓ અને સ્વસ્થ રહો એવું કહેતા આવ્યા છે.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
