<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

મોદીની કરકસરની અપીલ પછી દુલ્‍હનને બાઇક પર વિદાય કરીને લઈ ગયો દુલ્‍હો

 

જોધપૂર તા.૧૮: ફયુઅલની બચત કરવાની મોદીની અપીલને ધ્‍યાનમાં રાખીને લોકો બને એટલું ઓછું ફયુઅલ વાપરવાની કોશિશ કરે છે. એવામાં જોધપુરમાં લગ્ન પછી નવવિવાહિત યુગલની વિદાઈ લક્‍ઝરી કારને બદલે સાધારણ બાઇક પર કરવામાં આવી હતી. આ યુગલ પરણ્‍યા પછી બાઇક પર બેસીને ઘરે જઈ રહ્યું હતું ત્‍યારે વચ્‍ચે દુલ્‍હા-દુલ્‍હનના કોસ્‍ચ્‍યુમમાં જ પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલ-પમ્‍પ પર ગયું હતું. એ જોઈને લોકોની નજર તેમના પર પડી હતી. પેટ્રોલ-પમ્‍પવાળાએ પૂછ્‍યું ત્‍યારે ખબર પડી કે દુલ્‍હો લગ્ન કરીને દુલ્‍હનને પહેલી વાર સાસરે લઈ જઈ રહ્યો છે. સામાન્‍ય રીતે લગ્ન પછી યુગલ તરત મંદિરમાં જઈને પગે લાગે છે, પણ તેમણે ફયુઅલ બચાવવાનો સંદેશ મળે એ માટે જ પેટ્રોલ-પમ્‍પ પર જવાનું પસંદ કર્યું હતું.

(3:38 PM IST)