તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
ગ્રીન એનર્જી ક્રાંતિ: હવે ઇલેક્ટ્રિક કાર લઈને હાઇવે-એક્સપ્રેસવે પર બિન્ધાસ્ત નીકળો, ઉત્તર પ્રદેશ સહિત ૮ રાજ્યોમાં ખુલશે ૪,૮૦૦ નવા EV ચાર્જિંગ સ્ટેશનો : જુઓ સંપૂર્ણ યાદી
કેન્દ્ર સરકારે પ્રથમ તબક્કા માટે ₹૫૦૦ કરોડનું બજેટ કર્યું મંજૂર; ઉત્તર પ્રદેશને મળ્યા ૭૧૪ અને ગુજરાતને ૫૬ ચાર્જિંગ સ્ટેશન, આગામી છ મહિનામાં કામગીરી પૂર્ણ કરવાનો મોટો લક્ષ્યાંક

લખનૌ : પેટ્રોલ, ડીઝલ અને સીએનજી (CNG) ના સતત વધતા જતા ભાવો અને વૈશ્વિક મોંઘવારી વચ્ચે ઇલેક્ટ્રિક વાહન (EV) માલિકો અને પર્યાવરણ પ્રેમીઓ માટે કેન્દ્ર સરકાર તરફથી એક ખૂબ જ રાહત જનક અને મોટા સમાચાર સામે આવ્યા છે. હાઇવે અને એક્સપ્રેસવે પર લાંબી મુસાફરી દરમિયાન વાહનની બેટરી ખતમ થઈ જશે તેવા પ્રવાસીઓના ટેન્શનને કાયમ માટે દૂર કરવા માટે કેન્દ્ર સરકારે દેશના આઠ અગ્રણી રાજ્યોમાં કુલ ૪,૮૦૦ નવા ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવાની ભવ્ય મંજૂરી આપી દીધી છે. આ અંતર્ગત દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશને સૌથી મોટો ફાયદો થવા જઈ રહ્યો છે, જ્યાં ટૂંક સમયમાં જ ૭૧૪ નવા આધુનિક ચાર્જિંગ સ્ટેશનો ધમધમતા થશે.
૬ મહિનામાં બદલાઈ જશે હાઇવેનું ચિત્ર, ₹૫૦૦ કરોડનું ફંડ જાહેર
કેન્દ્ર સરકારે આ મહા-પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના નિર્માણ કાર્ય માટે તાત્કાલિક ધોરણે ₹૫૦૦ કરોડનું બજેટ મંજૂર કરીને રાજ્યોને ફાળવી દીધું છે. સૌથી ખાસ વાત એ છે કે સરકારે આ કામગીરી હવામાં ન રાખતા તેના માટે માત્ર 'છ મહિના' નો ખૂબ જ કડક અને ટૂંકો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આગામી અડધા વર્ષમાં જ દેશના મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો (Highways), એક્સપ્રેસવે, વ્યસ્ત પેટ્રોલ પંપો અને પ્રખ્યાત જાહેર સ્થળો પર આ ચાર્જિંગ પોઇન્ટ્સ સ્થાપિત કરી દેવામાં આવશે. આ તબક્કો પૂર્ણ થયા બાદ સરકાર આગામી સમયમાં વધતી માંગને પહોંચી વળવા માટે બીજા તબક્કાનું આયોજન પણ અત્યારથી જ કરી રહી છે.
વૈશ્વિક યુદ્ધ સંકટ વચ્ચે ભારતે EV નીતિ પર મૂક્યો ભાર
હાલમાં જ્યારે ઇરાન, અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા પ્રાદેશિક તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ (કાચા તેલ) ની આયાત પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે, ત્યારે ભારત સરકારે પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની પોતાની નીતિ વધુ ઝડપી બનાવી દીધી છે. અત્યાર સુધી ગ્રાહકોમાં ઇલેક્ટ્રિક કાર ખરીદ્યા પછી લાંબા અંતરની સફર કરવા અંગે જે 'રેન્જ એન્ઝાયટી' (બેટરી ખાલી થવાનો ભય) રહેતી હતી, તે આ હાઇવે નેટવર્ક મજબૂત થવાથી કાયમ માટે નાબૂદ થઈ જશે.
જાણો કયા રાજ્યના ફાળે કેટલા ચાર્જિંગ સ્ટેશન અને કેટલું બજેટ આવ્યું?
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ મુજબ, આઠ રાજ્યો અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs) વચ્ચે ચાર્જિંગ સ્ટેશનોની વહેંચણી આ મુજબ કરવામાં આવી છે:

આ મંજૂરી બાદ ગુજરાત સહિત આ તમામ આઠ રાજ્યોના હાઇવે નેટવર્ક વધુ સ્માર્ટ અને ઇકો-ફ્રેન્ડલી બનશે. પ્રવાસીઓ હવે કોઈપણ ચિંતા વગર પોતાની ઇલેક્ટ્રિક કાર કે બાઇક લઈને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લાંબી સફરનો આનંદ માણી શકશે, જે પ્રદૂષણ ઘટાડવામાં પણ માઇલસ્ટોન સાબિત થશે.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
