News of Monday, 27th July 2026
‘એન્ટી-પેપર લીક બીલ' મામલે આજે સરકારની અગ્નિ પરીક્ષા
આજે બપોરે રજુ થઈ રહ્યું છે પેપર લીકને લોક કરતું બિલઃ સરકાર-વિપક્ષ આમને સામને : શું વિપક્ષ આ બિલ અંગે સહમત થશે? સમગ્ર વિપક્ષ સરકારને ઘેરવાના મુડમાં: તડાફડીનાં એંધાણ

નવી દિલ્હી,તા.૨૭: જાહેર પરીક્ષાઓ (અન્યાયી માધ્યમો નિવારણ) અધિનિયમ, ૨૦૨૪ માં સુધારો કરતું બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે, જેમાં પ્રશ્નપત્ર લીક સંબંધિત ગુનાઓ માટે જેલની સજા ૧૦ વર્ષ સુધી અને રૂ.૧૦ કરોડ સુધીના દંડની જોગવાઈ છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિહ બપોરે ૧૨ વાગ્યે લોકસભામાં જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ સુધારો બિલ, ૨૦૨૬ રજૂ કરશે. નીચલા ગૃહમાં NDA વતી બિલ પર મુખ્ય વક્તાઓ અપના દળના અનુપ્રિયા પટેલ, શિવસેનાના શ્રીકાંત શિદે, LJPના અરુણ ભારતી, ફઘ્ભ્ઘ્ત્ના સયોની ઘોષ અને TDPના કૃષ્ણા દેવરાયુલુ હશે. NEET પેપર લીક વિવાદ પર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, સંસદનું ચોમાસુ સત્ર સોમવારે ફરી શરૂ થશે. બધાની નજર લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી પર છે. છેલ્લા ઘણા દિવસોથી, પેપર લીક મુદ્દા અને દિલ્હીમાં CJP ના વિરોધ પ્રદર્શન સામે પોલીસ કાર્યવાહીને લઈને બંને ગૃહોમાં સતત હોબાળો થઈ રહ્યો છે, જેના કારણે વારંવાર વિક્ષેપો સર્જાયા છે. તેથી, સોમવારને સરકાર અને વિપક્ષ બંને માટે મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે.
જોકે, વિપક્ષ સરકાર પર હુમલો ચાલુ રાખે તેવી શક્યતા છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને સરકાર દ્વારા અન્ય માંગણીઓ સ્વીકાર્યા પછી CJP એ શનિવારે પોતાનો વિરોધ સમાપ્ત કર્યો. જો કે, કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો પાછળ હટતા નથી. વિપક્ષે જણાવ્યું છે કે તે જંતર-મંતર પર પ્રદર્શનકારીઓ પર પેલેટ ગનનો ઉપયોગ કરવા સામે પોતાનો વિરોધ ચાલુ રાખશે.
બિલ રજૂ થાય તે પહેલાં સભ્યોને વહેંચવામાં આવેલી નકલ અનુસાર, પ્રશ્નપત્ર લીક અથવા પરીક્ષાઓમાં અન્યાયી માધ્યમોમાં સંડોવાયેલા વ્યક્તિઓને ઓછામાં ઓછી પાંચ વર્ષ અને વધુમાં વધુ ૧૦ વર્ષની જેલ અને રૂ.૫૦ લાખ સુધીના દંડનો સામનો કરવો પડી શકે છે. સંગઠિત ગુનાઓ માટે, બિલ ઓછામાં ઓછી સાત વર્ષની સજા અને રૂ.૧૦ કરોડ સુધીના દંડની દરખાસ્ત કરે છે.
બિલ અનુસાર, બધી તપાસ બે મહિનાની અંદર પૂર્ણ થવી જોઈએ. બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફાસ્ટ-ટ્રેક કોર્ટ સ્થાપવાનો નિર્દેશ આપવામાં આવશે જે ટ્રાયલ ઝડપી બનાવશે અને ચાર્જશીટ દાખલ કર્યાના ત્રણ મહિનાની અંદર ટ્રાયલ પૂર્ણ કરશે.
રાષ્ટ્રીય પાત્રતા કમ પ્રવેશ પરીક્ષા (NEET) પ્રશ્નપત્ર લીક થવાને કારણે ઘ્થ્ભ્ના નેતૃત્વમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા બાદ સરકારે પ્રસ્તાવિત કાયદાની જાહેરાત કરી. NEET મુદ્દા પર વિરોધ પક્ષોના વિરોધને કારણે સંસદ સત્રનો પહેલો સપ્તાહ ખોરવાઈ ગયો.
દેશમાં પેપર લીકની વધતી જતી સંખ્યા વચ્ચે, મોદી સરકાર લોકસભામાં જાહેર પરીક્ષા (અન્યાયી માધ્યમો નિવારણ) સુધારા બિલ, ૨૦૨૬ રજૂ કરવા જઈ રહી છે. ગયા શુક્રવારે, સરકારે આ સંદર્ભમાં એક ડ્રાફટ બિલને પહેલાથી જ મંજૂરી આપી દીધી છે. જાહેર પરીક્ષા (અન્યાયી માધ્યમો નિવારણ) સુધારા બિલ, ૨૦૨૪માં આવશ્યક સુધારા કરવામાં આવી રહ્યા છે.
સુધારેલા બિલમાં પેપર લીકના કેસ માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરવાનો પ્રસ્તાવ છે, અને બે મહિનામાં તપાસ પૂર્ણ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. વધુમાં, પેપર લીકના આરોપીઓ માટે ઓછામાં ઓછી પાંચ અને મહત્તમ ૧૦ વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે. સંગઠિત ગુનાઓ માટે, ઓછામાં ઓછી સાત વર્ષની સજા અને રૂ.૧૦ કરોડના દંડનો પ્રસ્તાવ છે.
તમારી માહિતી માટે, જાહેર સાહસો વિભાગ (DoPT) ના રાજ્ય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહ આજે લોકસભામાં આ બિલ રજૂ કરશે. લોકસભામાં આ બિલ પર આઠથી દસ કલાક ચર્ચા થવાની શક્યતા છે. તેની રણનીતિના ભાગ રૂપે, NDA એ એક યુવા બ્રિગેડ રજૂ કરી છે જે બિલના સમર્થનમાં ફક્ત પોતાના વિચારો રજૂ કરશે જ નહીં પરંતુ વિપક્ષને મનાવવાનો પણ પ્રયાસ કરશે.
ભાજપ વતી બાંસુરી સ્વરાજ અને તેજસ્વી સૂર્યા બોલશે તેવું જાણવા મળ્યું છે. આ ઉપરાંત, NPCI/TMCના બળવાખોરો સયોની ઘોષ અને મિતાલી બાગ, TDP તરફથી લવુ શ્રી કૃષ્ણ દેવરાયુલુ, JDU તરફથી લલ્લન સિહ, શિવસેના તરફથી ડો. શ્રીકાંત શિદે, NCP તરફથી સુનિલ તટકરે, અપના દળ તરફથી અનુપ્રિયા પટેલ, રામ વિલાસ પાર્ટી (LJP) તરફથી અરુણ ભારતી અને અન્ય પણ ચર્ચામાં ભાગ લેશે. (૪૦
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
