News of Monday, 6th July 2026
સરકારે અચાનક હટાવ્યા ગેસ સપ્લાય પરના નિયંત્રણો
ભારત માટે મોટી રાહત ! સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પરિસ્થિતિ સુધરતાં કેન્દ્ર સરકારે કુદરતી ગેસ સપ્લાય પર લાગુ કરાયેલા ઈમરજન્સી પ્રતિબંધો હટાવી દીધાઃ આ નિર્ણયથી ઉદ્યોગો, ખાતર કંપનીઓ અને વીજ ઉત્પાદન ક્ષેત્રને રાહત મળશે. તેની સાથે ઉત્પાદન ખર્ચમાં પણ ઘટાડો થવાની શક્યતા

નવી દિલ્હી,તા.૦૬: ભારત સરકારે દેશની ઊર્જા સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે કુદરતી ગેસના પુરવઠા પર લાગુ કરાયેલા ઈમરજન્સી પ્રતિબંધો હટાવી દીધા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ થયા બાદ વિશ્વના સૌથી મહત્વના દરિયાઈ વેપાર માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી LNGની અવરજવર ફરી સામાન્ય થતાં સરકારે આ નિર્ણય લીધો છે.
આ વર્ષે પヘમિ એશિયામાં વધેલા તણાવને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા LNG જહાજોની અવરજવર પ્રભાવિત થઈ હતી. ઘણા આંતરરાષ્ટ્રીય ગેસ સપ્લાયરો દ્વારા ફોર્સ મેજ્યોર જાહેર કરીને ગેસ સપ્લાય અટકાવી દેવામાં આવ્યો હતો અથવા અન્ય દેશોમાં વાળવામાં આવ્યો હતો. ભારતમાં ગેસની અછત સર્જાવાની આશંકાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે માર્ચ ૨૦૨૬માં Natural Gas Order, ૨૦૨૬ અમલમાં મૂક્યો હતો.
ઈમરજન્સી વ્યવસ્થા હેઠળ સરકારે જરૂરી સેવાઓ માટે ગેસનો પુરવઠો સુરક્ષિત કર્યો હતો. ઘરેલુ LNG માટે ૧૦૦% ગેસ સપ્લાય, વાહનો માટે CNGનો સંપૂર્ણ પુરવઠો, ગેસ પાઇપલાઇન ઓપરેશન માટે સંપૂર્ણ સપ્લાય, ખાતર (Fertilizer) કંપનીઓને જરૂરિયાત મુજબ લગભગ ૭૦% ગેસ ઉદ્યોગો અને સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશનને લગભગ ૮૦% ગેસ
આ દરમિયાન પેટ્રોકેમિકલ કંપનીઓ, ગેસ આધારિત વીજ પ્લાન્ટ અને કેટલીક રિફાઇનરીઓને મળતા ગેસમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
સરકારનું કહેવું છે કે પヘમિ એશિયાની સ્થિતિ હવે ઘણી સુધરી ગઈ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ, રાજદ્વારી ચર્ચાઓ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજોની અવરજવર ફરી શરૂ થતાં ગેસ સપ્લાયનું જોખમ લગભગ ટળી ગયું છે. તેથી માર્ચમાં લાગુ કરાયેલા મોટાભાગના ઈમરજન્સી નિયમો હવે પાછા ખેંચી લેવામાં આવ્યા છે.
ભારત પોતાની ઊર્જાની જરૂરિયાત માટે મોટા પ્રમાણમાં આયાત પર નિર્ભર છે.
કુલ ક્રૂડ ઓઈલની જરૂરિયાતમાંથી લગભગ ૮૮% આયાત થાય છે.
કુદરતી ગેસની જરૂરિયાતમાંથી લગભગ ૫૦% આયાત કરવામાં આવે છે.
કુલ ક્રૂડ ઓઈલમાંથી લગભગ ૪૦થી ૪૫% પヘમિ એશિયામાંથી આવે છે.
જ્યારે ૬૫% LNG પણ પヘમિ એશિયામાંથી આયાત થાય છે.
આથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં કોઈપણ વિક્ષેપ ભારતની ઊર્જા સુરક્ષા અને અર્થતંત્ર પર સીધી અસર કરી શકે છે.
સંકટ દરમિયાન સરકારે ગેસ સપ્લાય ઉપરાંત રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવા અને મોટા ગ્રાહકોને ડીઝલ વેચાણ મર્યાદિત કરવા જેવા પગલાં પણ લીધા હતા. સ્થિતિ સામાન્ય થતાં આ પ્રતિબંધો પહેલેથી જ હટાવી દેવામાં આવ્યા હતા અને હવે ગેસ સપ્લાય સંબંધિત ખાસ નિયમો પણ સમાપ્ત કરી દેવામાં આવ્યા છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ગેસ સપ્લાય ફરી સામાન્ય થતાં ઉદ્યોગો, ખાતર કંપનીઓ અને વીજ ઉત્પાદન ક્ષેત્રને મોટી રાહત મળશે. તેની સાથે ઉત્પાદન ખર્ચમાં પણ ઘટાડો થવાની શક્યતા છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
