તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
સેન્ટ્રલ બેન્કમાં સરકાર ૪ ટકા હિસ્સો વેચશે
રિટેલ રોકાણકારો અને કર્મચારીઓ સોમવારે બિડ કરી શકશે

નવી દિલ્હી તા.૨૩: સરકાર સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં ૪ ટકા હિસ્સો વેચશે અને વધુ ૪ ટકા હિસ્સો વેચવા માટે ગ્રીન શૂ ઓપ્શન રાખ્યો છે. ફલોર પ્રાઈસ શેરદીઠ ૩૧ નક્કી કરી છે. શેર શુક્રવારે ૭.૯ ટકા ઘટીને રુ.૩૧.૨૩ પર બંધ રહ્યો હતો. બેન્કની ઓફર ફોર સેલ (OFS) માટે શુક્રવારે પ્રથમ દિવસે ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સની ૨.૩૫ ગણી બિડ મળી છે. સરકારે સેન્ટ્રલ બેન્કના ૩૨.૫૮ કરોડ શેર માટે બિડ મંગાવી છે, જેની સામે શુક્રવારે ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સે ૭૬.૮૬ કરોડ શેર માટે બિડ મળી છે. રિટેલ રોકાણકારો અને કર્મચારીઓ સોમવારે બિડ કરી શકશે. જો સંપૂર્ણ આઠ ટકા હિસ્સો વેચાશે તો આ ભાવ મુજબ સરકારને રુ. ૨૪૫૬ કરોડ મળશે. સરકાર હાલમાં બેન્કમાં ૮૯.૨૭ ટકા હિસ્સો ધરાવે છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
