તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th August 2026
સરકાર ખાનગી હોસ્પિટલોમાં રૂમના ભાડા પર લગામ કસશે
હોસ્પિટલોનાં બિલ ચકાસ્યા પછી સંસદની સ્ટેન્ડિંગ કમિટીનું સરકારને સૂચન : હોસ્પિટલમાં દાખલ થયા પછી રૂમનું ભાડું દર્દીના કુલ બિલનો મોટો હિસ્સો બની જતું હોવાનું તારણ

નવી દિલ્હી તા.૧૨: ખાનગી હોસ્પિટલો દ્વારા વસૂલાતા રૂમના મનસ્વી ભાડા પર લગામ કસવા માટે કેન્દ્ર સરકારે વિચારણા હાથ ધરી છે. સંસદની સ્ટેન્ડિંગ કમિટીએ સરકારને કરેલા સૂચન મુજબ, મોટા શહેરોમાં ખાનગી હોસ્પિટલોના રૂમનું ભાડું ૩-સ્ટાર હોટેલના રૂમ કરતા ઓછું હોવું જોઈએ. સમિતિએ સરકારને ખાનગી હોસ્પિટલો માટે આ નિયમ ફરજિયાત બનાવવાની ભલામણ કરી છે. સમિતિએ હોસ્પિટલોના બિલની વિગતો ચકાસ્યા બાદ આ સૂચન કર્યું છે. સરકાર સમિતિની આ ભલામણ સ્વીકારી લે તો પ્રાઈવેટ હોસ્પિટલોમાં રૂમના ભાડાને લઈને નવો નિયમ બનાવી શકાશે. જેનાથી દર્દીઓ અને તેમના પરિવારોને સારવાર શરૂ કરાવતા પહેલાં ખર્ચનો અંદાજ મેળવવામાં સરળતા રહેશે. આ સાથે જ હોસ્પિટલોમાં મનસ્વી રીતે વધુ નાણાં વસૂલવા પર પણ રોક લગાવી શકાશે.
સમિતિના મતે, હોસ્પિટલમાં દાખલ થયા પછી રૂમનું ભાડું દર્દીના કુલ બિલનો મોટો હિસ્સો બની જાય છે. ખાસ કરીને મોટા શહેરોમાં ખાનગી હોસ્પિટલોના રૂમનું ભાડું ઘણું વધારે હોય છે. ઘણી વખત દર્દીના પરિવારને સારવારની સાથે-સાથે રૂમ માટે પણ માતબર રકમ ચૂકવવી પડે છે. કમિટીનું માનવું છે કે હોસ્પિટલોમાં રૂમનું ભાડું એક નિヘતિ મર્યાદાની અંદર હોવું જોઈએ. જેના માટે ૩-સ્ટાર હોટેલના રૂમના ભાડાના આધાર બનાવી શકાય છે.
કમિટીએ સ્વીકાર્યું છે કે, રૂમનું ભાડું વધવાથી હોસ્પિટલનું આખું બિલ વધી જાય છે. પણી હોસ્પિટલોમાં રૂમની અલગ-અલગ કેટેગરીના હિસાબે અન્ય ખર્ચપણ બદલાતા રહે છે. એટલે કે, જોદર્દી મોંઘો રૂમ લે છે તો ડોક્ટરની ફી, નર્સિગ અને અન્ય કેટલીક સેવાઓના શુલ્ક પણ વધી શકે છે. આ સંજોગોમાં રૂમનું ભાડું ઓછું કરવાથી દર્દીની સારવારનો કુલ ખર્ચ પણ ઘટી શકે છે. સમિતિએ ખાસ કરીને મોટા મહાનગરોમાં આ વ્યવસ્થા લાગુ કરવાની વાત કરી છે, જ્યાં ખાનગી હોસ્પિટલોમાં સારવારનો ખર્ચ સામાન્ય રીતે વધારે હોય છે.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
