તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
સંસદમાં NEET મુદ્દે ચર્ચા કરવા સરકાર તૈયાર
કિરેન રિજિજુએ કહ્યું વિદ્યાર્થીઓ અમારી પ્રાથમિકતાઃ તમામ પ્રશ્નોના જવાબ આપીશું

નવી દિલ્હી, તા.૨૨: NEET પેપર લીક અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીને લઈને દેશનું રાજકારણ ઉકળી રહ્યું છે, ત્યારે કેન્દ્ર સરકારે બુધવારે આ સંવેદનશીલ મુદ્દે સંસદમાં વિગતવાર ચર્ચા કરવા પોતાની તૈયારી દર્શાવી છે. વિપક્ષી સાંસદોના જોરદાર સૂત્રોચ્ચાર અને હોબાળા વચ્ચે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું હતું કે, દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે આ મુદ્દે ગળહમાં કોઈપણ નિયમ હેઠળ વિગતવાર ચર્ચા કરવા અને તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.
જોકે, સરકારની આ આક્રમક ચર્ચાની ઓફર છતાં વિપક્ષી ખેમાનો આક્રોશ શાંત થયો ન હતો. વિપક્ષી નેતાઓએ દિલ્હીના રસ્તાઓ પર વિદ્યાર્થીઓ સામે થયેલા પોલીસ બળપ્રયોગનો મુદ્દો ઉઠાવીને સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે જવાબ માગ્યો હતો. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, વડા-ધાન સંસદની બહાર યુવાનોના મુદ્દાઓ પર ભાષણો આપે છે, તો પછી તેઓ આ ગંભીર મુદ્દે ગળહની અંદર કેમ મૌન સેવી રહ્યા છે? તેમણે ઉમેર્યું હતું કે મંગળવારે વડાપ્રધાન નિવાસસ્થાન બહાર વિરોધ કરવાની વિપક્ષને એટલા માટે ફરજ પડી હતી કારણ કે સરકાર સંસદમાં સાચો જવાબ આપવાથી ભાગી રહી છે.
બીજી તરફ, સરકાર ચર્ચા માટે સંમત થઈ હોવા છતાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો ગળહમાં કોઈપણ કાર્યવાહી શરૂ કરતા પહેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ રહ્યા હતા. કોંગ્રેસ નેતા પવન ખેરાએ સ્પષ્ટ કર્યું કે ચર્ચા પહેલા જવાબદારી નક્કી થવી જોઈએ અને શિક્ષણ મંત્રીએ તુરંત પદ છોડવું જોઈએ. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ શાસક અને વિપક્ષ બંનેને શાંત પાડીને ચર્ચા શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાજીનામાની માંગ પર વિપક્ષના ભારે હોબાળા અને નારેબાજીને કારણે ગળહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી, જેનાથી NEET વિવાદ પરનો સંગ્રામ વધુ ઘેરો બન્યો છે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
