તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
આરોગ્ય વીમાના નિયમોમાં સરકારની મોટા ફેરફારની તૈયારી
હવે હોસ્પિટલો અને વીમા કંપનીની મનમાની નહિ ચાલે : વીમા ધારકોની પરેશાની દૂર કરવા વિશેષ સમિતિ દાવાની પતાવટ તેમજ ફરિયાદ નિવારણ પદ્ધતિની સમીક્ષા કરશે

નવી દિલ્હી,તા.૧૫: દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી આરોગ્ય વીમો લેનારની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે, પણ તેની સાથે અનેક ગંભીર સમસ્યાઓ પણ સર્જાઈ છે. વધતા પ્રીમિયમ, હોસ્પિટલોના બેફામ બિલિગ, દાવાની પતાવટમાં વિલંબ અને પોલિસીની જટિલ શરતોએ સામાન્ય લોકોને પરેશાન કરી દીધા છે. પરિણામે વીમા કંપનીઓ પર લોકોનો વિશ્વાસ પણ ડગી ગયો છે. પ્રસ્તાવિત ફેરફારોનો હેતુ કંપનીઓની વિશ્વસનીયતા વધારવાનો તેમજ દાવાની પતાવટમાં પારદર્શિતા લાવવાનો છે.
વીમા ધારકો સામે ઊભા થયેલા ટ્ટ પડકારોને ધ્યાનમાં રાખીને સરકારે આરોગ્ય વીમા સેક્ટરમાં મોટા સુધારાની દિશામાં પગલા લેવાનું નક્કી કર્યું છે. વીમા નિયામક ઈરડા દ્વારા એક વિશેષજ્ઞ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે, જે સમગ્ર વીમાના માળખાની સમીક્ષા કરશે. તેનો હેતુ સીસ્ટમને અધિક સરળ, પારદર્શી અને વિશ્વસનીય બનાવવાનો છે, જેથી ઉપભોક્તાઓને રાહત મળી શકે.
વિશેષજ્ઞોના મતે વીમાનું આવરણ વધવા છતાં સમસ્યાઓ પણ સમાંતર રૂપથી વધી રહી છે. અનેક કિસ્સામાં વીમો લીધા પછી પણ દરદીઓએ સારવાર માટે મોટી રકમ ખર્ચવી પડે છે. પરિણામે લોકોમાં આરોગ્ય વીમા બાબતે અસંતોષ અને અવિશ્વાસની સ્થિતિ સર્જાઈ છે, જેમાં સુધારો કરવો અત્યંત જરૂરી બની ગયું છે.
સૌથી મોટી સમસ્યા હોસ્પિટલોની અનિયમિત અને મનમાની બિલિગ પદ્ધતિ છે. એક જ બીમારીના ઈલાજ માટે અલગ-અલગ હોસ્પિટલોમાં અલગ-અલગ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. તેને નિયંત્રિત કરવા માટે હોસ્પિટલોની ફી અને ટેરિફ સીસ્ટમની સમીક્ષા કરવામાં આવશે જેનાથી ઈલાજના ખર્ચમાં પારદર્શિતા લાવી શકાય અને દરદીઓને રાહત મળી શકે.
સમિતિ દાવાની પ્રક્રિયા, કવરેજની પહોંચ, નવા પ્લાનનો વિકાસ અને ફરિયાદ નિવારણ પ્રણાલી સહિત આરોગ્ય વીમાના તમામ પાસાની સમીક્ષા કરશે. ઉપરાંત ખોટા દાવા અને પ્રશાસનિક ક્ષતિઓ દૂર કરવાના ઉપાય પણ સૂચવવામાં આવશે. વીમા કંપનીઓ, હોસ્પિટલો અને સરકારી યોજનાઓ વચ્ચે બહેતર તાલમેલ બનાવીને આ ક્ષેત્રને વધુ પ્રભાવી અને વ્યાપક બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
