તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
સરકારે ઓનલાઈન ગેમિંગ માટેના નિયમો જારી કર્યાઃ ૧લી મેથી અમલી બનશે

નવી દિલ્હી તા.૨૩: દેશમાં વધતાં ઓનલાઈન ગેમિગના ટ્રેન્ડ્સને પગલે સરકારે તેની પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટેના નિયમો જારી કર્યાં હતાં. આગામી ૧ મેથી અમલી બનનારા ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય દ્વારા જારી કરાયેલ આ નિયમો પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિગ એક્ટને કાર્યરત કરવા માટેનું પ્રક્રિયાત્મક માળખું પૂરું પાડશે. આ ઉપરાંત આ નિયમો અંતર્ગત ઓનલાઈન ગેમિગ ઓથોરિટીની પણ રચના કરવામાં આવશે.
આ અંગે આઈટી વિભાગના સચિવ એસ. કૃષ્ણને જણાવ્યું હતું કે, જેમાં પૈસાની હાર-જીત ના થતી હોય એટલે કે જેમાં નાણાં સામેલ ના હોય તેવી મોટાભાગની ઓનલાઈન ગેમ્સ માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત નથી. જેમની પર એક્ટની જોગવાઈઓ અંતર્ગત સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે તેની પર પ્રતિબંધ ચાલુ રહેશે. ઈસ્પોર્ટ્સ માટે મૂળ કાયદામાં દર્શાવેલી પ્રક્રિયા અનુસાર ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવાનું રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે શક્ય હોય તેટલા સરળ અને હળવા નિયમો બનાવવા પ્રયાસ કર્યો છે. જેમાં પૈસાની લેતી-દેતી નથી કરાતી એવી ગેમ્સે નોંધણી કરાવવાની જરૂર નથી. ગેમની શ્રેણી નક્કી કરાવવી ફરજિયાત નથી, તે વૈકલ્પિક છે. સરકાર કોઈને પણ પોતાની ગેમ ઓનલાઇન મની ગેમ, સોશિયલ ગેમ કે ઈ-સ્પોર્ટ્સ છે તે નક્કી કરવા માટે અરજી કરવા દબાણ કરશે નહીં.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
