તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
વિદેશી ઘૂસણખોરોને વીણી-વીણીને દેશની બહાર કાઢવા સરકાર મક્કમ: અમિતભાઇ શાહની ગાંધીનગરમાં ગર્જના
સરકારે ડિટેન્શન સેન્ટરો પણ બનાવ્યા છે, જે ઘૂસણખોરો પોતાની મરજીથી દેશ છોડશે તેમની સામે કાનૂની કેસ નહીં થાય અને સરકાર તેમને મદદ પણ કરશે.

ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગરમાં રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે ગર્જના કરતા કહ્યું કે, વિદેશી ઘૂસણખોરોને વીણી-વીણીને દેશની બહાર કાઢવા સરકાર મક્કમ છે. સરહદે ફેન્સિંગ અને ડિટેન્શન સેન્ટરોને કારણે ઘૂસણખોરી અટકી છે. દેશમાં થઈ રહેલા કૃત્રિમ વસ્તી વિષયક ફેરફારોની તપાસ માટે વડાપ્રધાનના નેતૃત્વમાં 'ડેમોગ્રાફિક ચેન્જ કમિશન'ની રચના કરવાનો મોટો નિર્ણય લેવાયો છે, જે એક વર્ષમાં રિપોર્ટ આપશે.
તાજેતરમાં પશ્ચિમ બંગાળની ચૂંટણીનાં પરિણામોનો ઉલ્લેખ કરીને અમિતભાઇ શાહે કહ્યું કે, બાંગ્લાદેશ સરહદે ફેન્સિંગનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. અગાઉની સરકારના શાસનમાં જ્યાં દરરોજ ઘૂસણખોરી થતી હતી, ત્યાં હવે ઘૂસણખોરો સ્વેચ્છાએ પરત ફરી રહ્યા છે. સરકારે ડિટેન્શન સેન્ટરો પણ બનાવ્યા છે, જે ઘૂસણખોરો પોતાની મરજીથી દેશ છોડશે તેમની સામે કાનૂની કેસ નહીં થાય અને સરકાર તેમને મદદ પણ કરશે.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
