<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

ચીનમાં સરકારી ઇમારત પર બુલડોઝરનો ત્રાસ: શિયાનમાં સરકારી સર્વિસ સેન્ટરના અનેક ભાગો તોડી પાડ્યા

૪૭ વર્ષીય શંકાસ્પદ શખ્સે ઓફિસમાં ખોદકામ કરનાર મશીન ઘુસાડી મચાવ્યો ત્રાહિમામ, પોલીસે કરી અટકાયત

શિયાન : ચીનના શાંક્સી પ્રાંતમાં મંગળવારે એક અત્યંત ચોંકાવનારી અને આશ્ચર્યજનક ઘટના સામે આવી છે, જ્યાં એક વ્યક્તિએ સરકારી ઓફિસમાં બેકાબૂ થઈને ખોદકામ કરનાર ભારે મશીન (બુલડોઝર) ઘુસાડી દીધું હતું. અંદાજે એક કલાક સુધી ચાલેલા આ તાંડવને કારણે સરકારી ઇમારતનો મુખ્ય દરવાજો ધરાશાયી થઈ ગયો હતો અને બિલ્ડિંગના અનેક મહત્વપૂર્ણ ભાગોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું.

અલ જઝીરાના અહેવાલ મુજબ, આ દુર્ઘટના ૯ નવેમ્બરના રોજ શિયાનના શિક્સિયન ન્યૂ એરિયામાં આવેલા ફેંગડોંગ ન્યૂ સિટી ગવર્નમેન્ટ સર્વિસ સેન્ટરમાં બની હતી. સત્તાવાર માહિતી અનુસાર, આ આખા ઘટનાક્રમ દરમિયાન સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સરકારી પરિસરમાં ભારે અફરાતફરી અને ડરનો માહોલ સર્જાઈ ગયો હતો.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ઘટનાસ્થળેથી ૪૭ વર્ષીય શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી લીધી છે. આ હુમલા પાછળનો ચોક્કસ હેતુ શું હતો અને આરોપીએ આ પગલું કેમ ભર્યું તે અંગે પોલીસ દ્વારા સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

ચીનની આ ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા થયા છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા સરકારી ઇમારતોની સુરક્ષા વધારવાની કવાયત હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપી સામે કડક કાનૂની પગલાં લેવાની સાથે ઇમારતને થયેલા નુકસાનના આકલન અને મરામતની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

(10:50 AM IST)