News of Monday, 7th September 2026
ગોરખપુર: રાપ્તી નદીના કિનારે આવેલા ગુરુ ગોરક્ષનાથ સ્મશાન ગૃહ ઉપર વીજળી ત્રાટકી: બે વકીલોનાં કરુણ મૃત્યુ: અંતિમ સંસ્કારમાં આવેલા લોકો ઉપર ત્રાટકી કુદરતી આફતઃ છત તૂટી પડી: બાંધકામની ગુણવત્તાની તપાસનો આદેશ
બંને અન્ય લોકો સાથે અંતિમ સંસ્કાર માટે ઘાટ ઉપર આવ્યા હતા. અચાનક વાતાવરણ પલટાયા બાદ વીજળી પડતાં આશ્રયસ્થાનનો સ્લેબ તૂટી પડ્યો હતો

ગોરખપુર, તા. ૭ : યુપીમાં રાપ્તી નદીના કિનારે આવેલા ગુરુ ગોરક્ષનાથ ઘાટ ઉપર અંતિમ સંસ્કાર દરમિયાન વીજળી પડતાં ગુંબજ આકારના આશ્રયસ્થાનની છત તૂટી પડી હતી. કાટમાળ નીચે દબાયેલા બે વકીલોનાં સારવાર દરમિયાન મૃત્યુ થયાં અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થઈ હતી.
મૃતકોની ઓળખ રાપ્તીનગરના આલોક અસ્થાના અને સંજયસિંહ તરીકે થઈ છે. બંને અન્ય લોકો સાથે અંતિમ સંસ્કાર માટે ઘાટ ઉપર આવ્યા હતા. અચાનક વાતાવરણ પલટાયા બાદ વીજળી પડતાં આશ્રયસ્થાનનો સ્લેબ તૂટી પડ્યો હતો. સ્થાનિક લોકોએ કાટમાળ હટાવી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
જિલ્લા વહીવટીતંત્રે સમગ્ર ઘટનાની તપાસ અને આશ્રયસ્થાનનું ટેકનિકલ નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. બાંધકામની ગુણવત્તા અંગે પણ આક્ષેપો ઊઠ્યા છે. એક મૃતકના પરિવારને ચાર લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
