News of Sunday, 27th September 2026
મુસાફરો માટે ખુશખબર : દિવાળી અને છઠ પૂજાના અવસરે ભારતીય રેલવે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવાશે: બુકીંગ શરૂ
દિલ્હી, બિહાર, યુપી અને પંજાબ સહિત અનેક મુખ્ય રૂટો પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે: જાણો રૂટ, શેડ્યૂલ, સ્ટોપેજ અને ટાઈમિંગ.

નવી દિલ્હી :તહેવારો પર ઘરે જતા મુસાફરો માટે ખુશખબર! દિવાળી અને છઠ પૂજા 2026ના અવસરે મુસાફરોની સુવિધા માટે ભારતીય રેલવેએ દિલ્હી, બિહાર, યુપી અને પંજાબ સહિત અનેક મુખ્ય રૂટો પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે, જેનું બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે.
દિવાળી અને છઠ પૂજાનો તહેવાર ખૂબ નજીક છે અને પોતાના ઘરે પરત ફરતા મુસાફરોની સુવિધા માટે ભારતીય રેલવેએ તૈયારીઓ કરી લીધી છે. દર વર્ષની જેમ આ વખતે પણ રેલવેએ મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી દીધી છે. આ તહેવાર વિશેષ ટ્રેનો માટે ઓનલાઇન અને ઓફલાઇન બુકિંગ શરૂ થઈ ગયું છે. જો તમે પણ તહેવારોના પ્રસંગે ઘરે જવાનું આયોજન કરી રહ્યા છો, તો તાત્કાલિક તમારી ટિકિટ બુક કરાવી શકો છો જેથી અંતિમ સમયની ભાગદોડ અને વેટિંગ લિસ્ટની સમસ્યાથી બચી શકાય.
દક્ષિણ રેલવેએ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે મુસાફરી કરતા લોકો માટે એક વિશેષ ટ્રેનની શરૂઆત કરી છે. આ ટ્રેન કાનપુર સેન્ટ્રલ અને બેંગલુરુના SMVT (એસએમવીટી) સ્ટેશન વચ્ચે ચલાવવામાં આવી રહી છે.
ટ્રેન નંબર 04131 (કાનપુર સેન્ટ્રલથી SMVT બેંગલુરુ): આ ટ્રેન 4 ઓક્ટોબરથી દર રવિવારે સાંજે 4:30 વાગ્યે કાનપુર સેન્ટ્રલથી ઉપડશે.
ટ્રેન નંબર 04132 (SMVT બેંગલુરુથી કાનપુર સેન્ટ્રલ): વળતી દિશામાં આ ટ્રેન 7 ઓક્ટોબરથી દર બુધવારે સવારે 7:10 વાગ્યે બેંગલુરુથી કાનપુર માટે ઉપડશે.
મુસાફરી દરમિયાન આ ટ્રેન પ્રયાગરાજ, સકના, ઈટારસી, નાગપુર, વિજયવાડા, નેલ્લોર, રેણિગુંટા, કાટપાડી, જોલારપેટ્ટાઈ અને કૃષ્ણરાજપુરમ જેવા મુખ્ય સ્ટેશનો પર રોકાશે.
તહેવારો દરમિયાન ઉત્તર અને પૂર્વ ભારત જતા મુસાફરોની સંખ્યા સૌથી વધુ હોય છે. તેને ધ્યાનમાં રાખીને ઉત્તર રેલવેએ અનેક રૂટો પર સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનો મુખ્યત્વે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, ચંદીગઢ અને મહારાષ્ટ્રને આપસમાં જોડશે, જેથી લાખો મુસાફરોને સીધો લાભ મળશે.
ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની યાદી અને શેડ્યૂલટ્રેન નંબર
ટ્રેન નંબરરૂટ / સ્ટેશનસમય / ફેરા (Trips)04209 / 04210વારાણસી - દિલ્હી - વારાણસીરાત્રે 10:15 (વારાણસીથી) / સાંજે 6:50 (દિલ્હીથી) [કુલ 50 ફેરા]04213 / 04214અયોધ્યા કેન્ટ - આનંદ વિહાર - અયોધ્યા કેન્ટસાંજે 6:20 (અયોધ્યાથી) / સવારે 9:00 (આનંદ વિહારથી) [કુલ 36 ફેરા]04512 / 04511ચંદીગઢ - પટના સ્પેશિયલઅંબાલા, મોરાદાબાદ, વારાણસી, DDU થઈને [કુલ 18 ફેરા]04616 / 04615ફિરોઝપુર કેન્ટ - પટના સ્પેશિયલલુધિયાણા, અંબાલા, વારાણસી થઈને [કુલ 16 ફેરા]02456 / 02455નવી દિલ્હી - કાનપુર સેન્ટ્રલ98 ફેરા04014 / 04013આનંદ વિહાર - લૌકાહા બજાર150 ફેરા04002 / 04001હઝરત નિઝામુદ્દીન - દાદર14 ફેરા04096 / 04095આનંદ વિહાર - પાટલિપુત્ર120 ફેરા
મુસાફરો રેલવેના અધિકૃત બુકિંગ પ્લેટફોર્મ (IRCTC એપ કે વેબસાઈટ) અને રેલવે સ્ટેશનના આરક્ષણ કાઉન્ટર પરથી પોતાની ટિકિટ બુક કરાવી શકે છે. ટ્રેનના લાઈવ સ્ટેટસ, સમયપત્રક અને સીટની ઉપલબ્ધતાની સચોટ માહિતી માટે NTES એપનો ઉપયોગ કરી શકાય છે. મુસાફરી દરમિયાન કોઈપણ પ્રકારની અસુવિધા કે સહાયતા માટે મુસાફરો રેલવેના હેલ્પલાઈન નંબર 139 રેલ મદદ પર સંપર્ક કરી શકે છે.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
