<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

ભારત માટે ખુશખબરઃ સાઉદી અરેબિયાએ ઘટાડયા ક્રૂડ ઓઈલના ભાવ

સાઉદી અરેબિયાએ જૂન મહિનામાં એશિયામાં વેચાતા પોતાના ક્રૂડ ઓઈલની કિમત ૧૯.૫૦ ડોલરથી ઘટાડીને ૧૫.૫૦ ડોલર પ્રતિ બેરલ રાખી

નવી દિલ્‍હી તા.૬: યુએસ અને ઈરાન વચ્‍ચે ચાલી રહેલી તણાવભરી સ્‍થિતિ પર તાજેતરમાં ટ્રમ્‍પે મોટું નિવેદન આપ્‍યું છે. તેમણે કહ્યું છે કે, ઈરાન સાથે ડીલ જલ્‍દી ફાઈનલ થઈ શકે છે, પણ સ્‍ટ્રેટ ઓફ હોર્મુઝ પર પ્રતિબંધ યથાવત રહેશે. આ વચ્‍ચે, સાઉદી અરેબિયાએ તેલની કિમતો અંગે મોટો નિર્ણય લીધો છે. રોયટર્સના રિપોર્ટ મુજબ, સાઉદી અરેબિયાએ જૂન મહિનામાં એશિયામાં વેચાતા પોતાના ક્રૂડ ઓઈલની કિમત ૧૯.૫૦ ડોલરથી ઘટાડીને ૧૫.૫૦ ડોલર પ્રતિ બેરલ રાખી છે. સાઉદી અરામકોએ જણાવ્‍યું કે, આ કિંમત ગયા મહિને કરતાં ઓછી છે, છતાં પણ આ બીજી સૌથી ઊંચી કિમત છે. રોયટર્સના સર્વેમાં ગયા મહિને જ અંદાજ લગાવવામાં આવ્‍યો હતો કે સાઉદી અરેબિયા એશિયા માટે જૂનના તેલના ભાવમાં ઘટાડો કરી શકે છે.

અરબ લાઇટ તેલનો ક્રૂડ કેટલો છે?-કંપનીએ નોર્થવેસ્‍ટ યુરોપ માટે અરબ લાઇટ ક્રૂડની કિમત ICE Brentની સરખામણીએ ૨૫.૮૫ ડોલર પ્રતિ બેરલ પ્રીમિયમ રાખી છે, જે અગાઉ કરતાં ૨ ડોલર ઓછી છે. જ્‍યારે નોર્થ અમેરિકા માટે ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્‍યો નથી અને તે ૧૪.૬૦ ડોલર પ્રતિ બેરલ (ASC સરખામણીએ) જ રાખવામાં આવી છે.

આ દરમિયાન, OPEC+ના ૭ દેશોએ જૂન મહિનામાં તેલ ઉત્‍પાદન ૧,૮૮,૦૦૦ બેરલ પ્રતિ દિવસ વધારવાનો નિર્ણય કર્યો છે, જે સતત ત્રીજો મહિનો છે જ્‍યારે ઉત્‍પાદન વધારવામાં આવ્‍યું છે. આ નિર્ણય એવા સમયે આવ્‍યો છે જ્‍યારે UAEએ OPEC અને OPECૅમાંથી બહાર જવાની જાહેરાત કરી છે. બીજી તરફ, ઈરાન યુદ્ધના કારણે પહેલેથી જ વૈશ્વિક ઊર્જા બજાર અને અર્થવ્‍યવસ્‍થા દબાણમાં છે.

ક્રૂડ ઓઈલની કિમત વિવિધ ગ્રેડ પ્રમાણે જૂન મહિનામાં સાઉદી અરેબિયાએ એશિયામાં સપ્‍લાય થનારા ટર્મ ક્રૂડના ભાવ ઓમાન/દુબઈના સરેરાશ ભાવની સરખામણીએ અલગ-અલગ ગ્રેડ માટે નક્કી કર્યા છે. સુપર લાઇટ માટે પ્રીમિયમ ૧૭.૧૫ ડોલર પ્રતિ બેરલ, એક્‍સ્‍ટ્રા લાઇટ માટે ૧૬.૦૦ ડોલર, લાઇટ માટે ૧૫.૫૦ ડોલર, મિડિયમ માટે ૧૩.૭૫ ડોલર અને હેવી ગ્રેડ માટે ૧૨.૪૦ ડોલર પ્રતિ બેરલ રાખવામાં આવ્‍યો છે. આ ભાવ રાસ તનુરાથી અમેરિકા મોકલાતા તેલ માટે ASCiા આધારે નક્કી થાય છે.

જૂન મહિનામાં એશિયામાં સપ્‍લાય થનારા ક્રૂડના કેટલાક અન્‍ય ગ્રેડ્‍સ માટે પણ ભાવ નક્કી કરવામાં આવ્‍યા છે. એક્‍સ્‍ટ્રા લાઇટ માટે પ્રીમિયમ ૧૫.૯૫ ડોલર પ્રતિ બેરલ, લાઇટ માટે ૧૪.૬૦ ડોલર, મિડિયમ માટે ૧૩.૪૦ ડોલર અને હેવી ગ્રેડ માટે ૧૨.૬૫ ડોલર પ્રતિ બેરલ રાખવામાં આવ્‍યો છે. ઉપરાંત, નોર્થવેસ્‍ટ યુરોપ માટે રાસ તનુરાથી મોકલાતા તેલના ભાવ ICE Brentના આધારે નક્કી થાય છે.

ભારતને કેટલો ફાયદો?- સાઉદી અરેબિયા દ્વારા ક્રૂડ ઓઈલની કિમતોમાં ઘટાડો કરવાથી ભારતને મોટો ફાયદો થઈ શકે છે, કારણ કે, દેશ પોતાની જરૂરિયાતના લગભગ ૮૫-૯૦% તેલ આયાત કરે છે. આવી સ્‍થિતિમાં વૈશ્વિક ભાવ ઘટવાથી આયાત બિલ અને રાજકોષીય ખોટ પર પણ અસર ઓછી થશે. તેનો સીધો લાભ માલ-ભાડાના ખર્ચમાં ઘટાડા રૂપે પણ મળી શકે છે, જેના કારણે ફળ, શાકભાજી અને અન્‍ય જરૂરી ચીજવસ્‍તુઓના ભાવ ઘટી શકે છે અને સામાન્‍ય લોકો પર મોંઘવારીનો ભાર ઓછો થશે.

ક્‍યારે વધારવામાં આવ્‍યા હતા કાચા તેલના ભાવ-ઉલ્‍લેખનીય છે કે, આજે ૬ મેના રોજ ક્રૂડ ઓઈલના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્‍યો છે. બ્રેન્‍ટ ક્રૂડનો ભાવ ૧૦૮ ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો છે. એપ્રિલ મહિનામાં જ સાઉદી અરેબિયાએ એશિયાઈ દેશો માટે પોતાના કાચા તેલ ‘અરબ લાઇટ'ના ભાવમાં મોટો વધારો કર્યો હતો, જેના કારણે તેનું પ્રીમિયમ રેકોર્ડ સ્‍તરે પહોંચી ગયો હતો. સાઉદી અરામકોએ જણાવ્‍યું હતું કે, મે મહિનામાં તેની કિમત બેન્‍ચમાર્ક કરતાં ૧૯.૫૦ ડોલર પ્રતિ બેરલ વધુ રાખવામાં આવી હતી. આ વધારો ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં ચાલી રહેલી અસ્‍થીરતા કારણે થયો હતો.

(3:07 PM IST)