<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

કેન્‍દ્રીય કર્મચારીઓ માટે ખુશખબરઃ ૬૩% થઇ શકે છે ડીએ

એપ્રિલ ૨૦૨૬ના AICPI-IWના આંકડાઓએ કેન્‍દ્રીય કર્મચારીઓ માટે ૩% મોંઘવારી ભથ્‍થું (DA) વધવાની આશા વધારી દીધી છેઃ મે ૨૦૨૫થી એપ્રિલ ૨૦૨૬ સુધીનો સરેરાશ AICPI-IW ઇન્‍ડેક્‍સ ૧૪૭.૫૧ રહ્યો છે, જેના આધારે DA આશરે ૬૨.૫૧% થાય છે અને તેને ૬૩% સુધી રાઉન્‍ડ ઓફ કરી શકાય છે

નવી દિલ્‍હી તા.૨: કેન્‍દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્‍શનરો માટે મોંઘવારી ભથ્‍થું હંમેશા ચર્ચાનો વિષય રહે છે. હવે એપ્રિલ ૨૦૨૬ના AICPI-IW (ઓલ ઇન્‍ડિયા કન્‍ઝયુમર પ્રાઇસ ઇન્‍ડેક્‍સ ફોર ઇન્‍ડસ્‍ટ્રિયલ વર્કર્સ)ના હાલના આંકડા સામે આવ્‍યા પછી આ આશા પ્રબળ બની છે કે સરકાર જુલાઈ ૨૦૨૬થી લાગુ થનારા આગામી DA સુધારામાં ૩% સુધીનો વધારો કરી શકે છે. જો કે, અંતિમ નિર્ણય મે અને જૂન ૨૦૨૬ના મોંઘવારીના આંકડા પર નિર્ભર રહેશે, પરંતુ હાલમાં ઉપલબ્‍ધ ડેટા કર્મચારીઓ માટે સકારાત્‍મક સંકેત આપી રહ્યો છે.

શ્રમ બ્‍યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, એપ્રિલ ૨૦૨૬માં AICPI-IW ઇન્‍ડેક્‍સ વધીને ૧૪૯.૯ પોઇન્‍ટ પર પહોંચી ગયો છે, જ્‍યારે માર્ચ ૨૦૨૬માં તે ૧૪૯.૧ પોઇન્‍ટ હતો. આ સાથે ઔદ્યોગિક શ્રમિકોનો મોંઘવારી દર પણ ૪.૨૭% થી વધીને ૪.૪૬% થઈ ગયો છે. આ સતત વધતી મોંઘવારી દર્શાવે છે, જેની સીધી અસર મોંઘવારી ભથ્‍થાની ગણતરી પર પડે છે.

ક્રમ  મહિનો  AICPI-IW ઇન્‍ડેક્‍સ

૧   મે ૨૦૨૫       ૧૪૪.૦ ,૨     જૂન ૨૦૨૫     ૧૪૫.૦, ૩     જુલાઈ ૨૦૨૫  ૧૪૬.૫, ૪     ઓગસ્‍ટ ૨૦૨૫        ૧૪૭.૧, ૫     સપ્‍ટેમ્‍બર ૨૦૨૫       ૧૪૭.૩, ૬     ઓક્‍ટોબર ૨૦૨૫       ૧૪૭.૭, ૭     નવેમ્‍બર ૨૦૨૫        ૧૪૮.૨, ૮     ડિસેમ્‍બર ૨૦૨૫        ૧૪૮.૨, ૯     જાન્‍યુઆરી ૨૦૨૬      ૧૪૮.૬,૧૦     ફેબ્રુઆરી ૨૦૨૬        ૧૪૮.૫, ૧૧    માર્ચ ૨૦૨૬    ૧૪૯.૧, ૧૨    એપ્રિલ ૨૦૨૬  ૧૪૯.૯, સરેરાશ        મે ૨૦૨૫ - એપ્રિલ ૨૦૨૬        ૧૪૭.૫૧

કેન્‍દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્‍થું ૧૨ મહિનાના સરેરાશ ખ્‍ત્‍ઘ્‍ભ્‍ત્‍-ત્‍ષ્‍ આંકડાના આધારે નક્કી કરવામાં આવે છે. જુલાઈ ૨૦૨૬ના DA સુધારા માટે જુલાઈ ૨૦૨૫થી જૂન ૨૦૨૬ સુધીના ૧૨ મહિનાના ઇન્‍ડેક્‍સની સરેરાશ લેવામાં આવશે. હાલમાં મે ૨૦૨૫થી એપ્રિલ ૨૦૨૬ સુધી ઉપલબ્‍ધ ૧૨ મહિનાના આંકડાની સરેરાશ ૧૪૭.૫૧ આવ્‍યો છે. આ સરેરાશના આધારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ઝખ્‍નું સ્‍તર ૬૨.૫૧% સુધી પહોંચી શકે છે, જેને સામાન્‍ય રીતે આગામી પૂર્ણાંકમાં રાઉન્‍ડ ઓફ કરીને ૬૩% ગણી શકાય.

નોંધનીય છે કે, કેન્‍દ્ર સરકારે એપ્રિલ ૨૦૨૬માં જાન્‍યુઆરી ૨૦૨૬થી પ્રભાવી ૨% DA વધારાની જાહેરાત કરી હતી, જે બાદ મોંઘવારી ભથ્‍થું ૬૦% પર પહોંચી ગયું હતું. જો આગામી સુધારામાં ૩%નો વધુ વધારો થાય છે, તો DA વધીને ૬૩% થઈ જશે. આનાથી કર્મચારીઓની માસિક આવકમાં સીધો વધારો જોવા મળશે.

ઉદાહરણ તરીકે, જો કોઈ લેવલ-૫ કર્મચારીનો લઘુત્તમ બેઝિક સેલરી ૨૯,૨૦૦ રૂપિયા છે, તો ૬૦% DA પર તેને ૧૭,૫૨૦ રૂપિયા મોંઘવારી ભથ્‍થું મળે છે. જો DA ૬૩% થઈ જાય, તો તે વધીને ૧૮,૩૯૬ રૂપિયા થઈ જશે, એટલે કે કર્મચારીને દર મહિને લગભગ ૮૭૬ રૂપિયા વધારાના મળી શકે છે. વાર્ષિક ધોરણે આ વધારો ૧૦,૦૦૦ રૂપિયાથી વધુ થાય છે.

જો કે, કર્મચારીઓએ હજી થોડી રાહ જોવી પડશે, કારણ કે મે અને જૂન ૨૦૨૬ ના AICPI-IWના આંકડા આવવાના બાકી છે. જો આગામી બે મહિનામાં મોંઘવારી દરમાં મોટો ઘટાડો નહીં આવે, તો ૩% DA વધારાની શક્‍યતા મજબૂત માનવામાં આવી રહી છે. અંતિમ નિર્ણય કેન્‍દ્ર સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત થયા પછી જ સ્‍પષ્ટ થશે.

હાલમાં મોંઘવારીના આંકડાઓએ કેન્‍દ્રીય કર્મચારીઓ અને પેન્‍શનરોની આશાઓ ચોક્કસપણે વધારી દીધી છે. આવનારા બે મહિના નક્કી કરશે કે જુલાઈ ૨૦૨૬માં કર્મચારીઓને ૨% નો વધારો મળશે કે પછી ૩% DA વધારાની મોટી ભેટ મળશે

(9:52 AM IST)