<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

બેંકિંગ સેક્ટરમાં કરિયર બનાવવાની સુવર્ણ તક: SBI માં PO ની ૧૫૦૦ પદો પર બમ્પર ભરતીની જાહેરાત; વાર્ષિક પેકેજ જાણીને આંખો પહોળી થઈ જશે!

આજથી જ ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ, ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે; જાણો લાયકાત, પગાર, પરીક્ષાની તારીખો અને સિલેક્શન પ્રોસેસની તમામ વિગતો.

મુંબઈ: તા.૧૮: દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં ઓફિસર બનવાનું સપનું જોતા યુવાનો માટે ખૂબ જ મોટા અને ખુશખબર આવ્યા છે. એસબીઆઈએ પ્રોબેશનરી ઓફિસર (PO) ની મોટી ભરતી માટેનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દીધું છે. બેંક દ્વારા કુલ ૧૫૦૦ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત નોકરી માટે આજથી એટલે કે ૧૮ જૂનથી જ ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બેંકિંગ ક્ષેત્રમાં શાનદાર કરિયર અને ઊંચો પગાર મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે આ એક ધમાકેદાર તક છે.

SBI PO ભરતી ૨૦૨૬: જાણો ૧૦ સૌથી મહત્વની વાતો

૧. કયા વર્ગ માટે કેટલી જગ્યાઓ (Category-wise Vacancy):

આ ભરતીમાં અલગ-અલગ કેટેગરી માટે બેઠકો અનામત રાખવામાં આવી છે:

  • સામાન્ય વર્ગ (Unreserved): ૫૮૮
  • OBC (અન્ય પછાત વર્ગ): ૩૯૦
  • SC (અનુસૂચિત જાતિ): ૨૩૪
  • ST (અનુસૂચિત જનજાતિ): ૧૪૪
  • EWS (આર્થિક નબળો વર્ગ): ૧૪૪

૨. શૈક્ષણિક લાયકાત (Educational Qualification):

કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન (સ્નાતક) પૂર્ણ કરેલું હોવું જોઈએ. સૌથી મોટી રાહત એ છે કે જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષ અથવા અંતિમ સેમેસ્ટરમાં છે, તેઓ પણ પ્રોવિઝનલ તરીકે અરજી કરી શકે છે. જોકે, તેમણે ઇન્ટરવ્યુ સમયે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ પહેલા પાસ થયાનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.

૩. વય મર્યાદા (Age Limit):

ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષ અને વધુમાં વધુ ૩૦ વર્ષ હોવી જોઈએ (ઉંમરની ગણતરી ૦૧.૦૪.૨૦૨૬ ના આધારે થશે). નિયમ મુજબ અનામત વર્ગને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળશે (SC/ST ને ૫ વર્ષ અને OBC ને ૩ વર્ષની છૂટ). ઉમેદવારનો જન્મ ૦૨.૦૪.૧૯૬ થી પહેલા અને ૦૧.૦૪.૨૦૦૫ પછી થયેલો ન હોવો જોઈએ.

૪. આકર્ષક પગાર અને વાર્ષિક પેકેજ (Salary & CTC):

SBI PO નો શરૂઆતી બેઝિક પે ₹૪૮,૪૮૦/- (૪ એડવાન્સ ઇન્ક્રીમેન્ટ સાથે) છે. આ ઉપરાંત મોંઘવારી ભથ્થું (DA), હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) અને અન્ય ભથ્થાઓ મળીને મુંબઈ જેવા સેન્ટર પર શરૂઆતી વાર્ષિક પેકેજ (CTC) લગભગ ₹૨૧.૯૭ લાખ પ્રતિ વર્ષ જેટલું માતબર થાય છે!

૫. ૩ વર્ષનો સર્વિસ બોન્ડ (Service Bond):

પસંદગી પામેલા તમામ ઉમેદવારોએ બેંકમાં જોઈનિંગ કરતી વખતે ૩ વર્ષ માટે ₹૨.૦૦ લાખનો સર્વિસ બોન્ડ સાઇન કરવો પડશે, એટલે કે તેમણે ઓછામાં ઓછા ૩ વર્ષ બેંકને સેવા આપવી પડશે.

૬. ત્રણ તબક્કાની કઠોર પસંદગી પ્રક્રિયા (Selection Process):

ઉમેદવારોની પસંદગી ત્રણ ચરણોની પરીક્ષાના આધારે થશે:

  • તબક્કો-I (પ્રિલિમ્સ પરીક્ષા - ઓગસ્ટ ૨૦૨૬): ૧૦૦ માર્ક્સની ઓનલાઇન ઓબ્જેક્ટિવ પરીક્ષા હશે, જેમાં ઇંગ્લિશ, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ અને રીઝનિંગના પ્રશ્નો પૂછાશે. (૧ કલાકનો સમય).
  • તબક્કો-II (મેન્સ પરીક્ષા - સપ્ટેમ્બર ૨૦૨૬): ૨૦૦ માર્ક્સની ઓનલાઇન મુખ્ય પરીક્ષા અને ૩૦ માર્ક્સની ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ (નિબંધ અને પત્ર લેખન) હશે.
  • તબક્કો-III (ઓક્ટોબર/નવેમ્બર ૨૦૨૬): આખરી ચરણમાં સાઇકોમેટ્રિક ટેસ્ટ, ગ્રુપ એક્સરસાઇઝ (૨૦ માર્ક્સ) અને પર્સનલ ઇન્ટરવ્યુ (૩૦ માર્ક્સ) લેવાશે.

(નોંધ: પરીક્ષામાં ૧/૪ અંકની નેગેટિવ માર્કિંગ રહેશે).

૭. પરીક્ષા આપવાની મર્યાદિત તકો (Number of Attempts):

આ પરીક્ષામાં બેસવા માટે કેટેગરી મુજબ મહત્તમ તકો નક્કી કરાઈ છે:

  • જનરલ અને EWS: ૬ તક
  • OBC: ૯ તક
  • SC અને ST: કોઈ મર્યાદા નથી (ગમે તેટલી વાર પરીક્ષા આપી શકે છે)

૮. અરજી ફી (Application Fee):

  • જનરલ, ઓબીસી અને EWS ઉમેદવારો માટે: ₹૭૫૦/-
  • SC, ST અને દિવ્યાંગ ઉમેદવારો માટે: કોઈ ફી નથી (મફત)

૯. કેવી રીતે કરશો અરજી?

લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો સ્ટેટ બેંકની સત્તાવાર કેરિયર વેબસાઈટ https://sbi.co.in/web/careers/current-openings પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.

૧૦. મહત્વની તારીખો ખાસ નોંધી લો (Important Dates):

વિગત

તારીખ

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ

૧૮ જૂન, ૨૦૨૬

અરજી કરવાની છેલ્લી તારીખ

૦૮ જુલાઈ, ૨૦૨૬

ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ

૦૮ જુલાઈ, ૨૦૨૬

એપ્લિકેશનની પ્રિન્ટ કાઢવાની છેલ્લી તારીખ

૨૩ જુલાઈ, ૨૦૨૬

પ્રિલિમ્સ પરીક્ષા (તબક્કો-I)

ઓગસ્ટ ૨૦૨૬

જો તમે પણ દેશની સૌથી મોટી સરકારી બેંકમાં ક્લાસ-૧ ઓફિસર બનીને શાહી લાઈફસ્ટાઈલ જીવવા માંગતા હોવ, તો મોડું કર્યા વિના આજે જ ઓનલાઈન ફોર્મ ભરીને તૈયારીમાં લાગી જાઓ!

(4:43 PM IST)