તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
જયપુરમાં વેચાઈ રહી છે સ્વર્ણ મીઠાઈઃ ૨૪ કેરેટ સોનાના વરખવાળા પીસ,
કુછ મીઠા હો જાયે! દિવાળીના અવસર પર જયપુરમાં લક્ઝરી ગિફટ બોક્સમાં સજાવીને રાખેલી સ્વર્ણ મીઠાઈ પોતાના શાહી અંદાજ અને કિંમતને લઈ ખૂબ ચર્ચામા : અલ્ટ્રા પ્રીમિયમ મીઠાઈનું એક પીસ ખરીદવા માટે તમારે ૧૧૧૧ રૂપિયા ખર્ચવા પડશે

જયપુર, તા. ૫ : દિવાળીના તહેવારની ઠીક પહેલા રાજસ્થાનની રાજધાની જયપુરમાં લક્ઝરી મીઠાઈનું બજાર ગરમ થઈ ગયું છે. અહીં હવે સામાન્ય મીઠાઈ નહીં પણ ૨૪ કેરેટ ખાવા યોગ્ય સોનાના વરખવાળી સ્વર્ણ મીઠાઈ વેચાઈ રહી છે.
આ અલ્ટ્રા પ્રીમિયમ મીઠાઈનું એક પીસ ખરીદવા માટે તમારે ૧૧૧૧ રૂપિયા ખર્ચવા પડશે. જયપુરમાં કેટલીય હાઈ એન્ડ સ્વીટ શોપ્સ અને લક્ઝરી શિફટ આઉટલેટ્સમાં આ ખાસ મીઠાઈ સુંદર ગિફટ બોક્સમાં સજાવીને રાખેલી છે.
સોનેરી ચમકવાળી આ મીઠાઈ જોવામાં એટલી આકર્ષક છે કે લોકો તેને જોઈને થોડી વાર રોકાઈ જાય છે. દુકાનદારોનું કહેવું છે કે દિવાળી પર સંબંધીઓ અને ખાસ લોકોને આપવા માટે તેની ડિમાન્ડ વધી ગઈ છે.
મીઠાઈ પ્રેમી તેની કિમત સાંભળી ચોંકી રહ્યા છે. એક પીસ માટે ૧૧૧૧ રૂપિયા ચૂકવવા સામાન્ય માણસના બજેટની બહાર જરૂર છે, પણ અમીર વર્ગ અને કોર્પોરેટ ગિફિટંગ માટે આ મીઠાઈઓ ખૂબ પસંદ આવી રહી છે.
દુકાનદારના જણાવ્યા અનુસાર, સોનાના વરખ એકદમ ખાવા યોગ્ય (એડિબલ ગોલ્ડ) છે અને સ્વાસ્થ્ય માટે સુરક્ષિત માનવામાં આવે છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
