<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

સોના-ચાંદીમાં ભારે કડાકા બાદ ફરી તેજીનો ચમકારોઃ સોનું રૂ.૧,૯૪૪ ઊછળીને રૂ.૧,૨૨,૯૮૨ અને ચાંદી રૂ.૩,૯૮૮ વધીને રૂ.૧,૪૬,૯૩૩ની સપાટીએ પહોંચી

બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ યથાવતઃ ચાંદીમાં ૨.૭૯ ટકા અને સોનામાં ૧.૬૧ ટકાનો વધારો, લગ્નસરાની મોસમમાં ગ્રાહકોની નજર બજાર ઉપર

મુંબઈ : છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં જોવા મળેલી ભારે મંદી બાદ આજે બંને કિંમતી ધાતુઓના ભાવમાં સુધારો નોંધાયો છે.

ભારતીય બુલિયન અને જ્વેલર્સ એસોસિયેશનના સવારના સત્તાવાર ભાવ અનુસાર ૨૪ કેરેટ સોનાનો પ્રતિ ૧૦ ગ્રામ ભાવ રૂ.૧,૯૪૪ વધીને રૂ.૧,૨૨,૯૮૨ થયો છે. ગઈકાલે બંધ સમયે તેનો ભાવ રૂ.૧,૨૧,૦૩૮ હતો.

ચાંદીનો પ્રતિ કિલોગ્રામ ભાવ ગઈકાલના રૂ.૧,૪૨,૯૪૫થી વધીને આજે રૂ.૧,૪૬,૯૩૩ થયો છે. આમ ચાંદીમાં રૂ.૩,૯૮૮નો ઉછાળો નોંધાયો છે.

૨૨ કેરેટ સોનાનો પ્રતિ ૧૦ ગ્રામ ભાવ રૂ.૧,૧૨,૬૫૨ અને ૧૮ કેરેટ સોનાનો ભાવ રૂ.૯૨,૨૩૭ નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે આ હાજર બજારના સવારના સત્તાવાર ભાવ છે. તેમાં ત્રણ ટકા જીએસટી અને દાગીના બનાવવાની મજૂરીનો સમાવેશ થતો નથી. એમસીએક્સના વાયદા બજારના ભાવ અલગ હોય છે. 

 

(7:53 PM IST)