<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

દિવાળી બાદ સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: સોનું ₹1.44 લાખને પાર પહોંચ્યું

ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 3,500 રૂપિયાનો વધારો થતા ભાવ 1 લાખ 88 હજાર રૂપિયાને પાર થયો

મુંબઈ :દિવાળી બાદના પ્રથમ દિવસે જ સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. MCX માર્કેટ ખુલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓના ભાવમાં વધારો નોંધાયો હતો. સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 1,500 રૂપિયાનો ઉછાળો આવતા ભાવ 1 લાખ 44 હજાર રૂપિયા પર પહોંચ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 3,500 રૂપિયાનો વધારો નોંધાયો છે, જેના પગલે ચાંદીનો ભાવ 1 લાખ 88 હજાર રૂપિયાને પાર થયો છે. દિવાળી બાદ બજારમાં સોના-ચાંદીની તેજીએ ખરીદદારોનું ધ્યાન ખેંચ્યું છે.

(3:32 PM IST)