News of Wednesday, 13th May 2026
સોનાના ભાવમાં ૯,૨૩૧નો વધારો જ્યારે ચાંદીમાં ૧૬,૬૭૫ વધ્યા
MCX પર, ૧૦ ગ્રામ સોનું ૬ ટકા એટલે કે ૯,૨૩૧ રૂપિયાનો વધારો થયો છે, જે ૧૬૨,૬૪૮ રૂપિયા પર પહોંચી ગયું છે. ચાંદી ૧૬,૬૭૫ રૂપિયા પ્રતિ કિલોગ્રામ વધીને ૨૯૫,૮૦૫ રૂપિયા પર ખુલી છે

મુંબઇ તા.૧૩: સોના અને ચાંદી પર આયાત ડ્યુટીમાં વધારાના સમાચાર પછી, આજે બંને ધાતુઓના ભાવમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. MCX પર, ૧૦ ગ્રામ સોનું ૬ ટકા એટલે કે ૯,૨૩૧ રૂપિયા વધીને ૧૬૨,૬૪૮ રૂપિયા પર પહોંચી ગયું છે. ચાંદી ૧૬,૬૭૫ રૂપિયા પ્રતિ કિલોગ્રામ વધીને ૨૯૫,૮૦૫ રૂપિયા પર ખુલી છે.
મોદી સરકારે રાતોરાત સોના અને ચાંદીની આયાત પર ૧૦% બેઝિક કસ્ટમ્સ ડ્યુટી અને ૫% એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) લાદી દીધો. આનાથી આયાત કર ૬% થી વધીને ૧૫% થઈ ગયો.
એક વર્ષ માટે સોનાની ખરીદીથી દૂર રહેવાની પીએમ મોદીની અપીલને પગલે, કેન્દ્ર સરકાર કિમતી ધાતુઓની વિદેશી ખરીદી પર નિયંત્રણ મૂકવા અને વિદેશી હૂંડિયામણ ભંડાર પર દબાણ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
