<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

આઝાદીના આ પર્વ પર દેશભરમાં સોનાના ભાવમાં ઘટાડો

દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹153,030 પ્રતિ 10 ગ્રામ થયો: અન્ય શહેરોમાં પણ સોનાના ભાવ ઘટ્યા

નવી દિલ્હી :સમગ્ર દેશ તેના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. આઝાદીના આ પર્વ પર દેશભરમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં સવારે 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹153,030 પ્રતિ 10 ગ્રામ થયો છે. અન્ય શહેરોમાં પણ સોનાના ભાવ ઘટ્યા છે, જેનું મુખ્ય કારણ તાજેતરના વધારા બાદ નફા-બુકિંગ હોવાનું મનાય છે.

બીજી બાજુ, આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવમાં થોડી મજબૂતી જોવા મળી છે. નબળા ડોલરને કારણે સ્પોટ ગોલ્ડ વધીને $4,379.95 પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા આગામી મહિને વ્યાજ દરો યથાવત રાખવાની અપેક્ષાઓ વચ્ચે વૈશ્વિક સ્તરે આ ફેરફારો જોવા મળ્યા છે.

સોનાની સાથેસાથે કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાય્યો છે. 15 ઓગસ્ટની સવારે ચાંદીનો ભાવ ઘટીને પ્રતિ કિલોગ્રામ ₹254,900 થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદીનો ભાવ પ્રતિ ઔંસ $64.88 ચાલી રહ્યો છે

(12:21 PM IST)