તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
સોનામાં વધુ ર૦૦૦ રૂા.નો કડાકો
સોનાના ભાવ ઘટીને ૧,૪૬,૦૦૦ રૂા. થયા : ચાંદીમાં ૧૦૦૦ રૂા. ઘટતા ભાવ ૧,૯૮,૦૦૦ રૂા.થયા

રાજકોટ, તા., ૨૩: બુલીયન માર્કેટમાં ઘટાડાનો દોર યથાવત રહયો છે. સોનામાં વધુ ર૦૦૦ અને ચાંદીમાં ૧૦૦૦ રૂા. તુટયા છે.
બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં આજે વધુ ર૦૦૦ રૂા. ઘટયા હતા. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ) ના ભાવ ૧,૪૮,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૧,૪૬,૦૦૦ રૂા. થયા છે. સોનાના બિસ્કીટમાં ર૦,૦૦૦ રૂા.નું ગાબડુ પડયું છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧૪,૮૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧૪,૬૦,૦૦૦ રૂા. થઇ ગયા છે. સોનાની સાથે ચાંદીમાં પણ ૧૦૦૦ રૂા.નો ઘટાડો થતા ચાંદી ૧ કિલોના ભાવ ગઇકાલે ૧,૯૯,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૧,૯૮,૦૦૦ રૂા. થયા છે. છેલ્લા બે દિવસમાં ચાંદીમાં ૧૦,૦૦૦ રૂા. અને સોનામાં ૩પ૦૦ રૂા.નો ઘટાડો થયો છે
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
