News of Thursday, 15th October 2026
ચાંદીમાં વધુ ૮,૦૦૦- સોનામાં ૨,૦૦૦ કડાકો
ચાંદી ૧ કિલોના ભાવ ઘટીને ૨,૧૦,૦૦૦ અને સોનાના ભાવ ૧,૫૦,૦૦૦ રૂા. થયા : ૩ દિ'માં ચાંદીમાં ૧૪,૦૦૦ અને સોનામાં ૪,૦૦૦ રૂા. ઘટી ગયાઃ તહેવારો પૂર્વે જ સોના-ચાંદીના ભાવ ઘટતા બજારમાં ઘરાકી જોવા મળશે

રાજકોટ તા.૧૫: અખાતી દેશોમાં યુધ્ધના કારણે બુલિયમ માર્કેટમાં કડાકાનો દોર યથાવત રહયો છે. સતત ત્રીજા દિવસે ચાંદીમાં વધુ ૮,૦૦૦ અને સોનામાં ૨,૦૦૦ રૂા.નો ઘટાડો થયો છે.
બુલિયન માર્કેટમાં સેન્ટમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં મોડીરાત્રે વધુ ૮,૦૦૦ રૂા. તૂટયા હતા. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ૨,૧૮,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૨,૧૦,૦૦૦ રૂા. થઇ ગયા છે. ત્રણ દિવસમાં ચાંદીમાં ૧૪,૦૦૦ રૂા.નું તોતીંગ ગાબડુ પડયુ છે. ત્રણ દિ' પૂર્વે ચાંદી ૧ કિલોના ભાવ ૨,૨૪,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૨,૧૦,૦૦૦ રૂા. થઇ ગયા છે. સાત મહિના પૂર્વે ચાંદીના ભાવે હાઇએસ્ટ સપાટી સર કર્યા બાદ એક તબક્કે ૨,૧૦,૦૦૦ રૂા. થઇ ગયા હતા. ત્યારબાદ ફરી ક્રમસ ભાવવધારો થયો હતો.
ચાંદીની સાથે સોનામાં પણ ૨,૦૦૦ રૂા. ઘટયા છે. બુલિયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સોનામાં ૨,૦૦૦ રૂા. તૂટતા સોનુ સ્ટાર્ન્ડડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૫૨,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧,૫૦,૦૦૦ રૂા. થઇ ગયા છે. છેલ્લા ૩ દિવસમાં સોનામાં ૪,૦૦૦ રૂા. નીકળી ગયા છે. ત્રણ દિવસ પૂર્વે સોનાના ભાવ ૧,૫૪,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૧,૫૦,૦૦૦ રૂા. થઇ ગયા છે.
અખાતી દેશ સાઉદી અરેબીયા અને યમન વચ્ચે શરૂ થયેલા યુધ્ધના કારણે ફ્રુડ તેલના ભાવમાં ભડકો થતા સોના-ચાંદીના ભાવમાં ગાબડા પડયા છે. દિવાળીના તહેવાર પૂર્વે જ સોના-ચાંદીના ભાવ તૂટતા બજારમાં ઘરાકી જોવા મળશે તેમ વેપારી સુત્રોએ જણાવ્યુ છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
