<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

મિસ ઇન્‍ડિયા ૨૦૨૬ બની ગોવાની સાધ્‍વી સૈલ

ફર્સ્‍ટ રનર-અપ મહારાષ્ટ્રની રાજનંદિની પવાર રહી

ભુવનેશ્વર,તા.૨૦: ઓડિશાના ભુવનેશ્વરની કલિગા ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઑફ ટેક્રોલોજી (KIIT)માં યોજાયેલી મિસ ઇન્‍ડિયા ૨૦૨૬માં ગઈ કાલે ગોવાની સાધ્‍વી સૈલે મિસ ઇન્‍ડિયાનો ખિતાબ જીતી લીધો હતો. જ્‍યારે બીજા સ્‍થાને રનર-અપ મહારાષ્ટ્રની રાજનંદિની પવાર રહી હતી. ગયા વખતની મિસ ઇન્‍ડિયા નિકિતા પોરવાલે સાધ્‍વીને વિનરનો તાજ પહેરાવ્‍યો હતો. હવે સાધ્‍વી સૈલ આવતા વર્ષે યોજાનારી મિસ વર્લ્‍ડ ૨૦૨૭માં ભાગ લેવા જશે.

સાધ્‍વીએ કેનેડાની યુનિવર્સિટી ઑફ કોલમ્‍બિયામાંથી ઇકોનોમિક્‍સ ઍન્‍ડ ઇન્‍ટરનેશનલ રિલેશનમાં ડબલ મેજર હાંસલ કર્યું છે. તે ઑન્‍ટ્રપ્રનર છે. તે કોકણી સહિત સ્‍પેનિશ, પોર્ટુગીઝ એમ કુલ મળીને ૭ ભાષા બોલી શકે છે. તેણે આ પહેલાં તેના ઍકેડેમિક અને સોશ્‍યલ વર્કને લઈને ઇન્‍ટરનેશનલ સ્‍ટુડન્‍ટ ઇમ્‍પેક્‍ટ અવોર્ડ પણ મેળવ્‍યો છે.     

બોલીવુડના સ્‍ટાર્સના ઝગમગાટ વચ્‍ચે મનીષ પોલ અને સારા જેન ડાયસે મિસ ઇન્‍ડિયા ફિનાલે હોસ્‍ટ કરી હતી. ઈશાન ખટ્ટરે જબરદસ્‍ત ડાન્‍સ પર્ફોર્મ કરી પ્રેક્ષકોને અવાક કરી દીધા હતા.

 

(10:14 AM IST)