News of Friday, 13th November 2026
વિશ્વના શ્રેષ્ઠ દરિયાકાંઠાઓમાં ગોવાનું પાલોલેમ સામેલઃ બન્યું એશિયામાં નંબર ૧
ગોવાના દક્ષિણ ભાગમાં આવેલું સુંદર પાલોલેમ બીચ સમગ્ર વિશ્વમાં ચમક્યું : ગ્લોબલ બીચ ઇન્ડેક્સ ૨૦૨૬ અનુસાર આ બીચને વિશ્વના શ્રેષ્ઠ ૨૫ બીચની યાદીમાં ૬ઠ્ઠું સ્થાન મળ્યું છે. કુદરતી સૌંદર્ય, સફેદ રેતી, શાંત પાણી અને અદભુત વોટર એક્ટિવિટીઝ પ્રવાસીઓનું મન મોહી લે છે

પણજી તા.૧૩: ગોવા હંમેશા પ્રવાસીઓ માટે પહેલી પસંદગી રહ્યું છે. કુદરત પ્રેમીઓ હોય કે સાહસના શોખીન લોકો, ગોવાનો દરિયાકિનારો સૌને આકર્ષે છે. તાજેતરમાં ગોવાના પ્રવાસન વિભાગે ખૂબ આનંદદાયક સમાચાર આપ્યા છે. દક્ષિણ ગોવામાં આવેલા પ્રખ્યાત પાલોલેમ બીચને એશિયાનો સૌથી શ્રેષ્ઠ બીચ જાહેર કરવામાં આવ્યો છે. વૈશ્વિક સ્તરે પણ તેણે મોટી સિદ્ધિ મેળવી છે.
Beach.com ના ગ્લોબલ બીચ ઇન્ડેક્સ ૨૦૨૬ અનુસાર પાલોલેમ બીચે વિશ્વના શ્રેષ્ઠ ૨૫ બીચની યાદીમાં ૬ઠ્ઠો નંબર મેળવ્યો છે. સમગ્ર એશિયા ખંડમાંથી આ પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન પામનાર તે એકમાત્ર દરિયાકિનારો બન્યો છે. આ આંતરરાષ્ટ્રીય સન્માન ગોવાના દરિયાકિનારાની પ્રતિષ્ઠાને વૈશ્વિક કક્ષાએ ખૂબ ઊંચી લઈ ગયું છે. નિષ્ણાતોના મતે ગોવા માટે આ ખૂબ મોટી ઉપલબ્ધિ ગણાય છે.
આ ગ્લોબલ ઇન્ડેક્સની પસંદગી પ્રક્રિયા ખૂબ ઊંડાણપૂર્વક કરવામાં આવી હતી. તેમાં મુલાકાતીઓના રિવ્યૂ અને તજજ્ઞોના અભિપ્રાય ધ્યાને લેવાયા હતા. ફખ્લ્ખ્ ના ઉપગ્રહ ડેટાની મદદથી પાણીની શુદ્ધતા અને રંગની તપાસ પણ થઈ હતી. લોકપ્રિયતા, સુગમતા, સ્વચ્છતા અને વાતાવરણ જેવા ૧૮ મહત્વપૂર્ણ માપદંડો ચકાસ્યા પછી આ નિર્ણય લેવાયો હતો. સુવિધાઓ અને ઉત્તમ પર્યટન અનુભવ માટે પાલોલેમને આ સ્થાન મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગોવાના કાણકોણ તાલુકામાં આવેલું આ બીચ અર્ધચંદ્રાકાર ખાડીના રૂપમાં ફેલાયેલું છે. અહીં સોનેરી-સફેદ રેતી, હારમાળા જેવા તાડના ઊંચા વૃક્ષો અને અત્યંત શાંત પાણી જોવા મળે છે. ગોવાના પ્રવાસન મંત્રી રોહન એ ખાઉંટેએ જણાવ્યું કે આ સિદ્ધિ રાજ્યની પ્રાકૃતિક સુંદરતા દર્શાવે છે. રાજ્ય સરકાર હવે માત્ર ભીડ વધારવાને બદલે પર્યાવરણ અને સ્થાનિક સંસ્કૃતિનું રક્ષણ કરતા જવાબદાર પ્રવાસનને પ્રોત્સાહન આપી રહી છે. પ્રવાસન નિર્દેશક કેદાર નાઇકે ઉમેર્યું કે આનાથી દક્ષિણ ગોવાના આંતરિક પર્યટનને મોટો વેગ મળશે.
પાલોલેમ બીચ પર પ્રવાસીઓ શાંતિથી સ્વિમિગ અને કાયાકિગની મજા માણી શકે છે. બોટ સવારી કરીને ડોલ્ફિન જોવાનો રોમાંચ પણ અહીં ખૂબ માણવા જેવો હોય છે. નજીકના બેકવોટર, સ્થાનિક દરિયાકાંઠાના સુંદર ગામડાં, સ્વાદિષ્ટ સી-ફૂડ અને વેલનેસ સેન્ટર્સ પર્યટકોને અનોખો આનંદ આપે છે. ગોવા ટ્રીપનું આયોજન કરતી વખતે પાલોલેમ બીચની મુલાકાત લેવી એક અવિસ્મરણીય અનુભવ સાબિત થાય છે
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
