News of Wednesday, 25th November 2026
GMPનો ખેલ ખતમ! હવે IPOનો ભાવ ગ્રે માર્કેટ નહીં, કંપનીના ફંડામેન્ટલ નક્કી કરશે, SEBIએ બધા પ્લેટફોર્મને GMP દેખાડવા પર લગાવી રોક: એડવાઈઝરી જાહેર કરી
GMPને અનઓફિશિયલ, અનવેરિફાઈડ અને અનરેગ્યુલેટેડ ગણાવ્યો, ગ્રે માર્કેટમાં સોદો કરનારને કોઈ રક્ષણ કે ફરિયાદનો અધિકાર નહીં મળે, હવે રોકાણકારે પ્રોસ્પેક્ટસ, વેલ્યુએશન અને QIB સબ્સક્રિપ્શન જોઈને જ નિર્ણય લેવો પડશે

નવી દિલ્હી તા.૨૫ : IPOમાં પૈસા મૂકતા પહેલા સૌથી પહેલા GMP ચેક કરવાની આદતવાળા રોકાણકારો માટે મોટા સમાચાર છે, માર્કેટ રેગ્યુલેટર SEBIએ હવે IPOના ગ્રે માર્કેટ પ્રીમિયમનો ખેલ જ ખતમ કરી દીધો છે, SEBIએ સોમવાર, 23 નવેમ્બર 2026ના રોજ એડવાઈઝરી જાહેર કરીને તમામ રજિસ્ટર્ડ ઈન્ટરમીડિયરી, બ્રોકર, વેબસાઈટ, ડિજિટલ પ્લેટફોર્મ અને માર્કેટ પાર્ટિસિપન્ટને સ્પષ્ટ સૂચના આપી છે કે હવે પછી આવનારા કોઈપણ IPOનો Grey Market Premium (GMP) ક્યાંય પણ પબ્લિશ, ડિસ્પ્લે, સર્ક્યુલેટ કે બ્રોડકાસ્ટ ન કરવો, આ રોક વેબસાઈટ, એપ, ઈમેલ, SMS, WhatsApp અને સોશિયલ મીડિયા સહિત તમામ માધ્યમો પર લાગુ પડશે, SEBIનું કહેવું છે કે GMPના આંકડા અનઓફિશિયલ, અનવેરિફાઈડ અને અનરેગ્યુલેટેડ છે, આ આંકડા એવા સોદાઓ પર આધારિત હોવાનું કહેવાય છે જે લિસ્ટિંગ પહેલા એક્સચેન્જના ફ્રેમવર્કની બહાર થાય છે, તેના પર કોઈ નિયમનકારી દેખરેખ નથી હોતી, કોઈ સેટલમેન્ટ ગેરંટી નથી હોતી, કોઈ ઈન્વેસ્ટર પ્રોટેક્શન નથી હોતું અને કોઈ ફોર્મલ પ્રાઈસ ડિસ્કવરીની પ્રક્રિયા પણ નથી હોતી, ઘણી વખત મોટા IPOમાં GMP અને ખરેખરા લિસ્ટિંગ પ્રાઈસ વચ્ચે મોટો ફરક જોવા મળ્યો છે, જેનાથી રિટેલ રોકાણકારોને નુકસાન થાય છે, તેથી આવા આંકડા પબ્લિશ કરવા રોકાણકારો માટે નુકસાનકારક છે અને તે માર્કેટની પારદર્શિતા અને જવાબદારીના સિદ્ધાંત વિરુદ્ધ છે, SEBIએ રોકાણકારોને ચેતવણી આપી છે કે GMPને લિસ્ટિંગ પ્રાઈસ કે અપેક્ષિત વળતરનું ઈન્ડિકેટર ન માનવું અને GMP સાથે જોડાયેલા કોઈપણ સોદામાં ભાગ ન લેવો, જો કોઈ રોકાણકાર આવા અનરેગ્યુલેટેડ સોદામાં ફસાશે તો તેને SEBI કે સ્ટોક એક્સચેન્જ હેઠળનું ઈન્વેસ્ટર પ્રોટેક્શન નહીં મળે, તે એક્સચેન્જની ગ્રીવેન્સ રિડ્રેસલ મિકેનિઝમ કે એક્સચેન્જ અને ડિપોઝિટરી દ્વારા ચલાવાતા ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન (ODR) પોર્ટલનો પણ ઉપયોગ નહીં કરી શકે, SEBIએ રોકાણકારોને સલાહ આપી છે કે IPOમાં ભાગ ફક્ત SEBI-રજિસ્ટર્ડ ઈન્ટરમીડિયરી અને અધિકૃત પ્લેટફોર્મ દ્વારા જ લેવો, એક્સપર્ટનું માનવું છે કે આ નિર્ણયથી રોકાણકારોનું ધ્યાન ફરી કંપનીના ફંડામેન્ટલ્સ પર આવશે, અત્યાર સુધી ઘણા રોકાણકારો કંપનીને ઓન કરવા માટે નહીં પણ ફક્ત ગ્રે માર્કેટ પ્રીમિયમ મેળવવા માટે IPOમાં અરજી કરતા હતા, હવે સબ્સક્રિપ્શનનો નિર્ણય વેલ્યુએશન અને સંસ્થાકીય બુક પર આધાર રાખશે, અજાણ્યા સ્ત્રોતના કોટ પર નહીં, SEBIના ચેરમેન તુહિન કાંત પાંડેએ ઓગસ્ટ 2025માં જ આવા પગલાની શક્યતા દર્શાવી હતી, હવે SEBI પ્રિ-IPO કંપનીઓ માટે એક્સચેન્જ આધારિત પાયલોટ મિકેનિઝમ પર પણ કામ કરી રહી છે, જેથી ગ્રે માર્કેટની પ્રવૃત્તિ પર અંકુશ મૂકી શકાય, ટૂંકમાં હવે IPOમાં પૈસા મૂકતા પહેલા GMP નહીં, કંપનીનો પ્રોસ્પેક્ટસ, બિઝનેસ મોડલ, નફો, દેવું, વેલ્યુએશન અને QIB સબ્સક્રિપ્શન ચેક કરવું જ પડશે.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
