તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd August 2026
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ ખાતે બોક્સિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓનો ભવ્ય વિજય : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિજેતા રમતવીરોને મેડલ અર્પણ કરાયા : જુઓ વિડીયો
આંતરરાષ્ટ્રીય મંચ પર ખેલાડીઓને મેડલ પહેરાવવાની અને રાષ્ટ્રધ્વજને ઊંચો લહેરાતો જોવાની ક્ષણ અત્યંત ગૌરવપૂર્ણ તેમજ રોમાંચક હોવાનું વ્યક્ત કરતા હર્ષ સંઘવી : દેશ અને ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ

ગ્લાસગો: સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારત અને ખાસ કરીને ગુજરાત માટે એક અત્યંત ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. વૈશ્વિક કક્ષાની આ રમતગમત સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ બોક્સિંગમાં અદભુત દેખાવ કરીને અનેક મેડલો જીતી દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. આ ગૌરવશાળી અવસરે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વૈશ્વિક મંચ પર ખાસ ઉપસ્થિત રહી વિજેતા ભારતીય રમતવીરોને મેડલ પ્રદાન કરી સન્માનિત કર્યા હતા.
ગ્લાસગો ખાતે યોજાયેલ મેડલ સેરેમનીમાં ભારતીય બોક્સરોને મેડલ એનાયત કરતી વખતે સમગ્ર સ્ટેડિયમમાં 'ભારત માતા કી જય'ના નારા ગુંજી ઉઠ્યા હતા. બોક્સિંગ ક્ષેત્રે ભારતીય ખેલાડીઓના આ શાનદાર પ્રદર્શન અને ઐતિહાસિક સિદ્ધિએ રમતગમત પ્રેમીઓમાં ભારે ઉત્સાહનો સંચાર કર્યો છે. ગઈકાલનો દિવસ ભારતીય સ્પોર્ટ્સના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયો છે.
આ ગૌરવપૂર્ણ પ્રસંગે વાતચીત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આપણા ખેલાડીઓની આ સિદ્ધિ માત્ર મેડલ પૂરતી મર્યાદિત નથી, પરંતુ દેશના યુવાનોની મહેનત, સમર્પણ અને જુસ્સાનું પ્રતીક છે. આંતરરાષ્ટ્રીય મંચ પર આપણા ખેલાડીઓને મેડલ પહેરાવવાની અને રાષ્ટ્રધ્વજને ઊંચો લહેરાતો જોવાની ક્ષણ અત્યંત ગૌરવપૂર્ણ અને રોમાંચક છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
