તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
વૈશ્વિક મંચ પર મોટો ભડાકો: યુએસ સેનેટર્સે પાકિસ્તાન-કતારની પોલ ખોલી! ઈરાન શાંતિ વાટાઘાટોમાં મધ્યસ્થી બનવા પર ઉઠાવ્યા સવાલ, લગાવ્યો આતંકવાદને પોષવાનો ગંભીર આરોપ
"પાકિસ્તાને ઓસામા બિન લાદેનને છુપાવ્યો હતો અને કતાર આતંકવાદીઓનું મની લોન્ડરિંગ કરે છે": અમેરિકી સેનેટર્સ રિક સ્કોટે અને ટિમ શીહીએ સ્વિટ્ઝર્લૅન્ડ વાટાઘાટો વચ્ચે બંને દેશોને આડે હાથ લીધા

વોશિંગ્ટન : વૈશ્વિક રાજનીતિ અને રાજદ્વારી મોરચે (Diplomatic Front) અત્યારે ભારે ખળભળાટ મચી ગયો છે. અમેરિકાની સત્તાધારી રિપબ્લિકન પાર્ટીના બે પ્રભાવશાળી અને ટોચના યુએસ સેનેટર્સે ઈરાન સાથે ચાલી રહેલી યુદ્ધવિરામ અને શાંતિ વાટાઘાટોમાં કતાર અને પાકિસ્તાનની મધ્યસ્થી (મેડિયેટર) તરીકેની ભૂમિકા પર પ્રચંડ પ્રહારો કર્યા છે. આ બંને દેશો પર આતંકવાદને ખુલ્લેઆમ સમર્થન આપવાનો અને આતંકીઓને આશ્રય આપવાનો સનસનાટીભર્યો આરોપ લગાવવામાં આવ્યો છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં યોજાયેલી યુએસ-ઈરાન વાટાઘાટોમાં આ બંને દેશોએ મધ્યસ્થી કરી હતી, જેને લઈને હવે અમેરિકાની અંદર જ વિરોધના સૂર તેજ બન્યા છે.
"હવે ખબર પડી કે અમેરિકાના સાચા મિત્રો કોણ છે"
ફ્લોરિડાના કડક વલણ ધરાવતા સેનેટર રિક સ્કોટે સોશિયલ મીડિયા પર એક સળગતી પોસ્ટ શેર કરીને કતાર અને પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ખુલ્લા પાડ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "હવે આખી દુનિયા અને દરેક અમેરિકનને સ્પષ્ટ થઈ જવું જોઈએ કે વાસ્તવમાં અમેરિકાના સાચા મિત્રો કોણ છે. કતાર અને પાકિસ્તાન બંને દેશો આતંકવાદીઓને પોતાના ઘરે આશ્રય આપવાનો એક લાંબો અને કાળો ઇતિહાસ ધરાવે છે. વર્તમાન સ્થિતિ જોતા એ સાબિત થાય છે કે તેઓ મધ્ય પૂર્વમાં કોઈ અર્થપૂર્ણ શાંતિ સ્થાપવા કરતાં ઈરાનના દાયકાઓ જૂના આતંકવાદી અભિયાન અને એજન્ડાને ટેકો આપવામાં વધુ રસ ધરાવે છે."
ઓસામા બિન લાદેન અને મની લોન્ડરિંગનો ખૂલ્યો ઇતિહાસ
બીજી તરફ, અન્ય શક્તિશાળી અમેરિકી સેનેટર ટિમ શીહીએ પણ આ મધ્યસ્થતા સામે લાલ આંખ કરી છે. તેમણે પાકિસ્તાનની મેલી મુરાદ પર પ્રહારો કરતા ભૂતકાળની યાદ અપાવી કે, પાકિસ્તાન એ જ દેશ છે જેણે દુનિયાના સૌથી ખતરનાક આતંકવાદી અને અલ-કાયદાના સ્થાપક ઓસામા બિન લાદેનને વર્ષો સુધી પોતાના સૈન્ય વિસ્તારમાં છુપાવી રાખ્યો હતો. આવા આતંકવાદી રાષ્ટ્રને શાંતિ વાટાઘાટોમાં કેવી રીતે સામેલ કરી શકાય? આ સાથે જ સેનેટર શીહીએ કતાર પર પણ ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, કતાર લાંબા સમયથી વિશ્વના ખતરનાક આતંકવાદી જૂથો માટે નાણાંની લોન્ડરિંગ (ટેરર ફંડિંગ) કરવાનું સુરક્ષિત કેન્દ્ર બનેલું છે.
અમેરિકી સેનેટર્સ દ્વારા કરવામાં આવેલા આ આકરા પ્રહારો બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન અને કતાર બરાબરના ઘેરાયા છે, અને સ્વિટ્ઝર્લૅન્ડમાં યોજાયેલી આ શાંતિ વાટાઘાટોના પરિણામો પર પણ હવે આશંકાના વાદળો મંડરાઈ રહ્યા છે.
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
