તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
વૈશ્વિક તેલ બજારમાં હડકંપ: હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ હુમલાનો જવાબ આપવા અમેરિકાએ ઈરાન પર શરૂ કર્યા ભીષણ મિસાઈલ હુમલા!
ઈરાની આર્મી બ્રિગેડના મિલિટરી બેઝને નિશાન બનાવી યુએસ સેન્ટકોમ દ્વારા ૧૩ મિસાઈલોનો મારો; બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની આશંકા વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવ ઉછળીને $85 પાર.

તેહરાન : પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં લાંબા સમયથી ચાલી રહેલો તણાવ હવે અત્યંત જોખમી સ્તરે પહોંચી ગયો છે. યુનાઇટેડ સ્ટેટ્સ (USA) એ બુધવારે ઈરાન સામે સૈન્ય કાર્યવાહીનો નવો અને આક્રમક દોર શરૂ કરીને તેના સૈન્ય ઠેકાણાઓ પર ભીષણ હવાઈ હુમલા કર્યા છે. અમેરિકી સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ હુમલાઓ ખાસ કરીને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં કોમર્શિયલ જહાજો પર થતા હુમલા રોકવા અને ઈરાનની દરિયાઈ હુમલો કરવાની લશ્કરી ક્ષમતાઓને નેસ્તનાબૂદ કરવા માટે કરવામાં આવ્યા છે.
અમેરિકી મિલિટરીની સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ સત્તાવાર પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, સ્થાનિક સમય મુજબ સવારે 6 વાગ્યે આ વ્યૂહાત્મક ઓપરેશન શરૂ કરાયું હતું. બીજી તરફ, ઈરાનના સરકારી મીડિયાએ દાવો કર્યો છે કે અમેરિકી વાયુસેનાએ સિસ્તાન અને બલુચેસ્તાન પ્રાંતમાં ઈરાનની '388મી મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રી બ્રિગેડ' ના લશ્કરી મથક (બેરેક) ને નિશાન બનાવ્યું છે. આ ભીષણ હુમલામાં અમેરિકાએ ઓછામાં ઓછી ૧૩ શક્તિશાળી મિસાઇલો છોડી છે, જેમાં ભરતી થયેલા સૈનિકો અને ઓફિસર્સ સહિત સાત લશ્કરી જવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે અનેક જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈરાન સરકારના પ્રવક્તા ફાતેમેહ મોહજેરાનીએ જણાવ્યું કે, તાજેતરના દિવસોમાં થયેલી લડાઈમાં અત્યાર સુધીમાં ૩૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
વૈશ્વિક અર્થતંત્ર માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની સામુદ્રધુની હાલમાં આ મહાયુદ્ધનું કેન્દ્રબિંદુ બની ગઈ છે. નોંધનીય છે કે, વિશ્વના કુલ તેલ અને કુદરતી ગેસના વેપારનો પાંચમો (૨૦%) ભાગ આ સાંકડા જળમાર્ગમાંથી પસાર થાય છે. સંઘર્ષની શરૂઆતમાં ઈરાને આ માર્ગ બંધ કરી દીધા બાદ અમેરિકા તેને બળજબરીથી ખોલાવવાના પ્રયાસો કરી રહ્યું છે, જેના કારણે વૈશ્વિક બજારમાં ભારે અસ્થિરતા સર્જાઈ છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર ૨૦% વધારાની ફી લાદવાની જાહેરાત કરાઈ હતી, જોકે ખાડીના સાથી દેશોની વિનંતી બાદ આ દરખાસ્ત હાલ પૂરતી પડતી મૂકવામાં આવી છે.
આ ભીષણ સૈન્ય અથડામણની સીધી અને ગંભીર અસર આંતરરાષ્ટ્રીય બજાર પર જોવા મળી રહી છે. બુધવારે વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ વધીને બેરલ દીઠ $85 ને પાર કરી ગયો હતો, જે યુદ્ધ શરૂ થયા પહેલાના ભાવો કરતાં ૧૫% થી વધુ છે. સંરક્ષણ નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો અમેરિકા અને ઈરાન વચ્ચેનો આ સીધો સંઘર્ષ કાબૂ બહાર જશે, તો ક્રૂડ ઓઈલ ફરીથી $120 ની સપાટી વટાવી શકે છે, જે સમગ્ર વિશ્વમાં મોંઘવારીનો નવો વિસ્ફોટ સર્જશે.
વૈશ્વિક તેલ બજારમાં હડકંપ: હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ હુમલાનો જવાબ આપવા અમેરિકાએ ઈરાન પર શરૂ કર્યા ભીષણ મિસાઈલ હુમલા!
ઈરાની આર્મી બ્રિગેડના મિલિટરી બેઝને નિશાન બનાવી યુએસ સેન્ટકોમ દ્વારા ૧૩ મિસાઈલોનો મારો; બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની આશંકા વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવ ઉછળીને $85 પાર.
તેહરાન, તા.15: પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં લાંબા સમયથી ચાલી રહેલો તણાવ હવે અત્યંત જોખમી સ્તરે પહોંચી ગયો છે. યુનાઇટેડ સ્ટેટ્સ (USA) એ બુધવારે ઈરાન સામે સૈન્ય કાર્યવાહીનો નવો અને આક્રમક દોર શરૂ કરીને તેના સૈન્ય ઠેકાણાઓ પર ભીષણ હવાઈ હુમલા કર્યા છે. અમેરિકી સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ હુમલાઓ ખાસ કરીને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં કોમર્શિયલ જહાજો પર થતા હુમલા રોકવા અને ઈરાનની દરિયાઈ હુમલો કરવાની લશ્કરી ક્ષમતાઓને નેસ્તનાબૂદ કરવા માટે કરવામાં આવ્યા છે.
અમેરિકી મિલિટરીની સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ સત્તાવાર પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, સ્થાનિક સમય મુજબ સવારે 6 વાગ્યે આ વ્યૂહાત્મક ઓપરેશન શરૂ કરાયું હતું. બીજી તરફ, ઈરાનના સરકારી મીડિયાએ દાવો કર્યો છે કે અમેરિકી વાયુસેનાએ સિસ્તાન અને બલુચેસ્તાન પ્રાંતમાં ઈરાનની '388મી મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રી બ્રિગેડ' ના લશ્કરી મથક (બેરેક) ને નિશાન બનાવ્યું છે. આ ભીષણ હુમલામાં અમેરિકાએ ઓછામાં ઓછી ૧૩ શક્તિશાળી મિસાઇલો છોડી છે, જેમાં ભરતી થયેલા સૈનિકો અને ઓફિસર્સ સહિત સાત લશ્કરી જવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે અનેક જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈરાન સરકારના પ્રવક્તા ફાતેમેહ મોહજેરાનીએ જણાવ્યું કે, તાજેતરના દિવસોમાં થયેલી લડાઈમાં અત્યાર સુધીમાં ૩૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
વૈશ્વિક અર્થતંત્ર માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની સામુદ્રધુની હાલમાં આ મહાયુદ્ધનું કેન્દ્રબિંદુ બની ગઈ છે. નોંધનીય છે કે, વિશ્વના કુલ તેલ અને કુદરતી ગેસના વેપારનો પાંચમો (૨૦%) ભાગ આ સાંકડા જળમાર્ગમાંથી પસાર થાય છે. સંઘર્ષની શરૂઆતમાં ઈરાને આ માર્ગ બંધ કરી દીધા બાદ અમેરિકા તેને બળજબરીથી ખોલાવવાના પ્રયાસો કરી રહ્યું છે, જેના કારણે વૈશ્વિક બજારમાં ભારે અસ્થિરતા સર્જાઈ છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર ૨૦% વધારાની ફી લાદવાની જાહેરાત કરાઈ હતી, જોકે ખાડીના સાથી દેશોની વિનંતી બાદ આ દરખાસ્ત હાલ પૂરતી પડતી મૂકવામાં આવી છે.
આ ભીષણ સૈન્ય અથડામણની સીધી અને ગંભીર અસર આંતરરાષ્ટ્રીય બજાર પર જોવા મળી રહી છે. બુધવારે વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ વધીને બેરલ દીઠ $85 ને પાર કરી ગયો હતો, જે યુદ્ધ શરૂ થયા પહેલાના ભાવો કરતાં ૧૫% થી વધુ છે. સંરક્ષણ નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો અમેરિકા અને ઈરાન વચ્ચેનો આ સીધો સંઘર્ષ કાબૂ બહાર જશે, તો ક્રૂડ ઓઈલ ફરીથી $120 ની સપાટી વટાવી શકે છે, જે સમગ્ર વિશ્વમાં મોંઘવારીનો નવો વિસ્ફોટ સર્જશે.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
