<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ભડકતા વૈશ્વિક ક્રુડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો: પ્રતિ બેરલ 100 ડોલરને આંબી ગયો

ક્રુડના ભાવમાં વધારો થતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં પણ વધારો થવાનો ખતરો:ભારતની ક્રુડ ઓઈલની આયાત 40.5 અબજ ડોલરથી વધીને 63.4 અબજ ડોલર થઈ

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ભડકતા વૈશ્વિક ક્રુડ ઓઈલના ભાવમાં ફરી મોટો ઉછાળો આવ્યો છે. ક્રુડ ઓઈલનો ભાવ 100 ડોલરને આંબી ગયો છે અને ભારતીય ક્રુડ બાસ્કેટનો ભાવ પણ 100 ડોલર પ્રતિ બેરલની આસપાસ રહેવાની સંભાવના છે. ક્રુડના ભાવમાં વધારો થતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં પણ વધારો થવાનો ખતરો ઊભો થયો છે. ભારતની ક્રુડ ઓઈલની આયાત 40.5 અબજ ડોલરથી વધીને 63.4 અબજ ડોલર થઈ છે, એટલે કે આયાત ખર્ચમાં 56 ટકાનો વધારો થયો છે.

  બીજી તરફ, છેલ્લા ત્રણ મહિનાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભારત પોતાની જરૂરિયાતના આશરે 88 ટકા ક્રુડ ઓઈલની આયાત વિદેશમાંથી કરે છે, તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ વધવાથી ભારતના આયાત બિલ પર સીધી અસર પડી શકે છે. જો ક્રુડ ઓઈલના ભાવ લાંબા સમય સુધી 100 ડોલર આસપાસ રહે તો પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં વધારાનું દબાણ વધી શકે છે.

(11:42 AM IST)