તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
ગીરની પ્રખ્યાત કેસર કેરીની નિકાસ પર ઈરાન-ઈઝરાયેલ યુદ્ધનું ગ્રહણ
કાર્ગો શિપ ન મળતાં ગત વર્ષે ૩૭૦ ટન સામે આ વર્ષે માત્ર ૧૦૦ ટન જ નિકાસ હોરમુઝની ખાડી બંધ છે અને ઓમાનની ખાડી સુધી પહોંચી શકાય તેમ નથીઃ એકપણ શીપમેન્ટ કંડલાથી ગયું નથી

ગીર સોમનાથ,તા.૧૫: ગીરની પ્રખ્યાત કેસર કેરીનું ઉત્પાદન આ વર્ષે પ્રમાણમાં સારું થયું હતું. શરૂઆતના તબક્કામાં ઉત્તમ ગુણવત્તા વાળી કેસર કેરી એક્સપોર્ટ પણ થઈ, પરંતુ હાલમાં સારી કેરી હોવા છતાં એક્સપોર્ટ ઘટ્યું છે. જેનું મુખ્ય કારણ છે અમેરિકા, ઇઝરાઇલ ઈરાન વચ્ચેનું યુદ્ધ. આ યુદ્ધને કારણે આપણા દેશમાંથી ગલ્ફ કન્ટ્રી અને કેનેડા તેમજ અન્ય દેશોમાં ઘણી જ વસ્તુઓ એક્સપોર્ટ થતી તેમાં ઘટાડો આવ્યો છે. ખાસ કરીને વર્તમાન સમયમાં ગીરની કેસર કેરી જે દર સીઝનમાં દુનિયાના વિવિધ દેશોમાં ૩૦૦થી ૫૦૦ ટન એક્સપોર્ટ થતી તેમાં ખાસ્સો ઘટાડો આવ્યો છે. જેથી કેસર કેરીની એક્સપોર્ટની આવક જે હતી તેમાં પણ ચોક્કસ ઘટાડો નોંધાશે.
ગત વર્ષે તાલાલા ગીરમાં કેસર કેરીની હરાજી શરૂ થયા પહેલાં જ તાલાલા મેંગો માર્કેટે ૧૫૦ ટન કેસર કેરીની વિદેશમાં નિકાસ કરી દીધી હતી. ગીરની પ્રખ્યાત કેસર કેરીની વિદેશમાં સારી એવી બોલબાલા રહે છે. શ્ધ્, શ્ખ્ચ્ સહિતનાં દેશોમાં કેસર કેરી મોકલાય છે, પરંતુ હવે સારી કેરીનાં અને ઉમદા પેકિગ પ્લાન્ટમાં સફાઈ તેમજ હાઈજેનિક રીતે ૩ કિલોના બોક્સ પેકિગની સુવિધા હોવા છતાં દિવસો સુધી કાર્ગોશીપ ન મળવાને કારણે આ વર્ષે શિપમેન્ટ અટક્યું છે. જેનું કારણ અમેરિકા, ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ છે.
યુદ્ધ પહેલા કાર્ગો શિપ સરળતાથી મળી શકતા હતા, પરંતુ યુદ્ધ શરૂ થયા બાદ એકપણ શીપમેન્ટ કંડલાથી ગયું નથી. હોરમુઝની ખાડી બંધ છે અને ઓમાનની ખાડી સુધી પહોંચી શકાય તેમ નથી. ગલ્ફના દેશોમાં જઈ શકાતું નથી તો યુએસ અને કેનેડા સમુદ્રી માર્ગે કઈ રીતે આગળ વધવું? કાર્ગો ન મળવાને કારણે કેસરની એક્સપોર્ટ બંધ થઈ છે. જેથી ખેડૂતોને વિદેશોમાં ૩ કિલો કેસર કેરીના જે ભાવ મળતા તે અહીં ૧૦ કિલોના પણ નથી મળતા. આથી તાલાલા ખ્ભ્પ્ઘ્ સંચાલિત અને અપેડા એપ્રુવલ કેસર એક્સપોર્ટ પ્લાન્ટ મંદ ગતિએ ચાલુ છે. અનેક દેશોમાંથી ઓર્ડર તો ઘણા છે પરંતુ ઈરાન મડાગાંઠ વ્હેલી તકે ઉકેલાય કાર્ગો શીપ મારફતે કેસર એક્સપોર્ટ થઈ શકે.
તાલાલાના પેકિગ પ્લાન્ટ ઇન્ચાર્જ વિપુલ સોરઠીયાએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષ પણ ગીરની કેસરની માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જો કે ૧૦૦ ટન કેસર કેરી હાલ વિદેશોમાં એક્સપોર્ટ કરવામાં આવી છે. ગત વર્ષની વાત કરવામાં આવે તો આશરે ૩૭૦ ટનથી વધુ કેસર વિદેશમાં એક્સપોર્ટ થઈ હતી. જેમ કે યુ.એસ.માં ૧૨૫ ટન., યુ.કે.માં ૧૫૦ ટન., અને યુ.એ.ઈ. સહિતનાં અન્ય દેશોમાં ૧૦૦ ટન કેસર કેરીની નિકાસ કરવામાં આવી હતી. જેની સામે આ વર્ષ હજુ સુધીમાં માત્ર ૧૦૦ ટન જ કેસરની નિકાસ થઈ શકી છે. ઈરાન યુદ્ધ ગીરની વિશ્વ વિખ્યાત કેસર કેરીને પણ નડી રહ્યું છે.
મેંગો પેક હાઉસના સંચાલકનાં કહેવા મુજબ આ વર્ષે ૫૦૦ ટનથી વધુ કેસર કેરીનું ઓસ્ટ્રેલિયા, દુબઇ, સાઉદી અરબ, અબુધાબી અમેરિકા સહિતના દેશોમાં એક્સપોર્ટ થાય તેવી સંભાવના હતી, પરંતુ ઈરાન યુદ્ધને કારણે દરેક ગણતરી ઊંઘી વળી ગઈ છે. આમ છતાં વિદેશોમાં ખાસ્સી માગ છે પણ શીપ નથી. જો એકાદ મહિનામાં શીપ મળી જાય તો કેટલીક કેસર એક્સપોર્ટ થશે પણ ભાડું ખૂબ ઊંચું ચૂકવવું પડે તેમ છે. સામે સમય વધતા કેરી બગડવાની પણ સંભાવના વધી જાય તે નફામાં. આ વર્ષે કેસર કેરીની ગુણવત્તા પણ સારી છે સામે બજારમાં ૧૫થી ૨૦ ટકા ભાવ વધારો પણ આ વર્ષે જોવા મળી રહ્યો છે.
પેકિગ પ્લાન્ટ ઓપરેટર, દીપક ચાંડેરાએ જણાવ્યું હતું કે, તાલાલા મેંગો માર્કેટનું પોતાનું જ એક્સપોર્ટ સેન્ટર છે. અહીંથી યુકે, કેનેડા, આરબ કન્ટ્રી, યુરોપિયન દેશો અને યુએસમાં પણ કેરી એક્સપોર્ટ થાય છે. દરેક દેશનાં નોર્મ્સ મુજબ અહીં કેસર કેરીનું પેકિગ થાય છે. આ પેકિગ પ્લાન્ટમાં હાર્વેસ્ટિંગ, હોટ વોટર વોશિગ, રેપલિગ થયા બાદ પેકિગ થાય છે. ત્રણ કિલોનું એક બોક્સ પેક કરવામાં આવે છે. વર્તમાન વર્ષમાં કેસરનું ઉત્પાદન પ્રમાણમાં ઠીક છે સામે વિદેશમાં માગ વધુ છે અને ભાવો પણ જળવાઈ રહ્યા છે. સ્થાનિક બજાર કરતા વિદેશમાં ભાવો પણ ઘણા સારા મળે છે પણ અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે કેસર એક્સપોર્ટ હાલ બંધ છે. હવે જોવું રહ્યું કે આગળ જતા એક્સપોર્ટની શું સ્થિતિ રહે છે
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
