<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

‘ગિરનારી કવિ' રાજેન્‍દ્ર શુક્‍લનું ૮૪ વર્ષની વયે નિધન

ગુજરાતી સાહિત્‍યનો ઝળહળતો સિતારો ખર્યો, સાહિત્‍યજગતમાં ઘેરા શોકની લાગણી : ‘ગઝલસંહિતા' માટે રાષ્‍ટ્રીય સાહિત્‍ય અકાદમી પુરસ્‍કાર મેળવનાર ઋષિકવિની ચિરવિદાયઃ થલતેજ સ્‍મશાનગળહે અંતિમસંસ્‍કારમાં મોટી સંખ્‍યામાં કવિઓ, લેખકો, પત્રકારો, રાજકીય, સામાજીક આગેવાનો જોડાયાઃ શ્રધ્‍ધાંજલી અર્પણ

અમદાવાદ તા.૨૩: ગુજરાતી સાહિત્‍યના પ્રખર કવિ, ગઝલકાર અને ‘ગિરનારી કવિ' તરીકે જાણીતા રાજેન્‍દ્ર અનંતરાય શુક્‍લનું કાલે રવિવાર, વહેલી સવારે અમદાવાદ ખાતે ૮૪ વર્ષની વયે અવસાન થયું છે. વહેલી સવારે તેમના નિધનના સમાચાર મળતાં જ ગુજરાતી સાહિત્‍યજગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ભારતીય અધ્‍યાત્‍મ, સૂફી પરંપરા અને સોરઠની તળપદી ભાષાને ગુજરાતી ગઝલમાં અનોખી રીતે રજૂ કરનારા રાજેન્‍દ્ર શુક્‍લની વિદાયથી ગુજરાતી કાવ્‍યસાહિત્‍યને મોટી ખોટ પડી છે.

કાલે સાંજે ૬ વાગ્‍યે અમદાવાદ સ્‍થિત તેમના નિવાસસ્‍થાનેથી અંતિમયાત્રા નીકળતી હતી અને થલતેજ સ્‍મશાનગળહ ખાતે અંતિમસંસ્‍કાર કરવામાં આવ્‍યા હતા. અંતિમયાત્રામાં મોટી સંખ્‍યામાં કવિઓ, લેખકો, પત્રકારો, રાજકીય, સામાજીક આગેવાનો જોડાયા હતા.

રાજેન્‍દ્ર શુક્‍લનો જન્‍મ ૧૨ ઓક્‍ટોબર, ૧૯૪૨ના રોજ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામમાં થયો હતો. બાળપણથી ગિરનાર, સોરઠની લોકસંસ્‍કળતિ અને આદિકવિ નરસિંહ મહેતાની ભક્‍તિકવિતાનો તેમના મન ઉપર ઊંડો પ્રભાવ પડ્‍યો હતો. અમદાવાદની એલ.ડી. આર્ટ્‍સ કોલેજમાંથી તેમણે સંસ્‍કળત અને પ્રાકળત સાથે ૧૯૬૫માં તાાતક અને ૧૯૬૭માં અનુસ્‍નાતકની પદવી મેળવી હતી. ત્‍યારબાદ છોટાઉદેપુર, અમદાવાદ, પાટણ અને દાહોદની શૈક્ષણિક સંસ્‍થાઓમાં અધ્‍યાપન કર્યું હતું. ૧૯૮૨માં સ્‍વૈચ્‍છિક નિવળત્તિ લઈને તેમણે સાહિત્‍યસર્જન તથા બાળકોના શિક્ષણ માટે જીવન સમર્પિત કર્યું હતું.

તેમની પ્રથમ કવિતા ૧૯૬૨માં પ્રતિષ્ઠિત સાહિત્‍યિક સામયિક ‘કુમાર'માં પ્રકાશિત થઈ હતી. ૧૯૭૦માં પ્રથમ કાવ્‍યસંગ્રહ ‘કોમલ રિષભ' પ્રગટ થયો. ત્‍યારબાદ ‘સ્‍વવાચકની શોધ', ‘અંતરગાંધાર' સહિતની કળતિઓએ તેમને આધુનિક ગુજરાતી કવિતાના આગવા સર્જક તરીકે સ્‍થાપિત કર્યા. પરંતુ તેમની સાહિત્‍યસાધનાનું સૌથી મહત્ત્વનું સર્જન ૨૦૦૫માં પાંચ ભાગમાં પ્રકાશિત થયેલું ‘ગઝલસંહિતા' રહ્યું. તેમાં ૪૫૦થી વધુ ગઝલોનો સમાવેશ થયો હતો. આ કળતિ માટે તેમને ૨૦૦૭નો રાષ્‍ટ્રીય સાહિત્‍ય અકાદમી પુરસ્‍કાર એનાયત થયો હતો.

ગુજરાતી ગઝલમાં એક સમયે પ્રણય અને વિરહના ભાવોની મુખ્‍ય અભિવ્‍યક્‍તિ જોવા મળતી હતી, ત્‍યારે રાજેન્‍દ્ર શુક્‍લે તેમાં આત્‍મચિંતન, અસ્‍તિત્‍વનો અર્થ, ભારતીય તત્ત્વજ્ઞાન અને આધ્‍યાત્‍મિક અનુભૂતિનો નવો આયામ ઉમેર્યો. સંસ્‍કળત, પ્રાકળત, અપભ્રંશ, સોરઠી લોકબોલી તથા ઉર્દૂ ગઝલની પરંપરાનો તેમના સર્જનમાં સમન્‍વય જોવા મળે છે. ‘હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક', ‘મનને સમજાવો નહીં' અને ‘આવ્‍યાં હવાની જેમ અને ઓસરી ગયાં' જેવી રચનાઓ કાવ્‍યરસિકોમાં વિશેષ જાણીતી બની હતી.

રાજેન્‍દ્ર શુક્‍લને રણજિતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા એવોર્ડ, નર્મદ સુવર્ણચંદ્રક, કલાપી એવોર્ડ તથા અન્‍ય અનેક સન્‍માનોથી નવાજવામાં આવ્‍યા હતા. જુલાઈ ૨૦૨૫માં તેમને સાહિત્‍યક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ એબીપી અસ્‍મિતા સન્‍માન પુરસ્‍કાર પણ આપવામાં આવ્‍યો હતો.

પોતાની વિશિષ્ટ લાંબી સફેદ દાઢી, શાંત વ્‍યક્‍તિત્‍વ, ગહન વિચારધારા અને ગઝલપઠનની આગવી શૈલીને કારણે રાજેન્‍દ્ર શુક્‍લ કવિસંમેલનોમાં વિશેષ આકર્ષણનું કેન્‍દ્ર રહેતા હતા. સાહિત્‍યપ્રેમીઓ તેમને તોહપૂર્વક ‘ઋષિકવિ' તરીકે પણ ઓળખતા હતા.

તેમની જ એક યાદગાર ગઝલની પંક્‍તિ આજે તેમની વિદાય પ્રસંગે અત્‍યંત ભાવસભર બની રહી છે

‘આવ્‍યાં હવાની જેમ અને ઓસરી ગયાં, શો શૂન્‍યતાથી જામ સપનનો ભરી ગયાં !'

પરિવારમાં પણ સાહિત્‍ય અને શિક્ષણની અનોખી પરંપરા

રાજેન્‍દ્ર શુક્‍લનાં પત્‍ની નયના જાની પોતે પણ પ્રતિભાશાળી કવયિત્રી છે. તેઓ અંગ્રેજી સાહિત્‍યનાં પ્રાધ્‍યાપક હતાં.

અને અભ્‍યાસ દરમિયાન ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ સ્‍થાન મેળવી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો.

તળેટી સમીપે

હજો  કયાંક થાનક

હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;

તળેટી સમીપે હજો કયાંક થાનક.

લઈ નાંવ થારો સમયરો હળાહળ,

ધર્યો હોઠ ત્‍યાં તો અમીયેલ પાનક.

સુખડ જેમ શબ્‍દો ઊતરતા રહે છે,

તિલક કોઈ આવીને કરશે અચાનક.

અમે જાળવ્‍યું છે ઝીણેરાં જતનથી,

મળ્‍યું તેવું સોંપીશું કોરું કથાનક !

છે ચણ જેનું એનાં જ પંખી ચૂગે આ,

રખી હથ્‍થ હેઠા નિહાળે છે નાનક.

નયનથી નીતરતી મહાભાબ મધુરા,

બહો ધૌત ધારા બહો ગૌડ ગાનક.

શબોરોઝ એની મહકનો મુસલસલ,

અજબ હાલ હો ને અનલહક હો આનક !

સ્‍વરઃ પ્રહર વોરા

સ્‍વરકારઃ પરેશ ભટ્ટ

રચનાઃ રાજેન્‍દ્ર શુક્‍લ

 

પુકારો ગમે તે સ્‍વરે, હું મળીશ જ

સમયના કોઇ પણ થરે હું મળીશ જ

ન ખૂલે ન તૂટે કટાયેલું તાળું

કોઇ હિજરતીના ઘરે હું મળીશ જ

હતો હું સુદર્શન સરોવર છલોછલ

હવે કુંડ દામોદરે હું મળીશ જ

નગારે પડે દાંડી પ્‍હેલી કે ચોરે-

સમીસાંજની ઝાલરે હું મળીશ જ

બપોરે ઉપરકોટની સુની રાંગે

અટૂલા કોઇ કાંગરે હું મળીશ જ

તળેટી સુધી કોઇ વહેલી સવારે

જશો તો પ્રભાતી સ્‍વરે હું મળીશ જ

કોઇ પણ ટૂકે જઇ જરા સાદ દેજો

સુસવતા પવનના સ્‍તરે હું મળીશ જ

શિખર પર ચટકતી હશે ચાખડી ને

ધરીને કમંડળ કરે હું મળીશ જ

છતા યાદ આવે તો કેદાર ગાજો

તરત આવીને ભીતરે હું મળીશ જ

શમે મૌનમાં શબ્‍દ મારા પછી પણ

કોઇ સોરઠે-દોહરે હું મળીશ જ

હશે, કોક જણ તો ઉકેલી ય શકશે

શિલાલેખના અક્ષરે હું મળીશ જ

મને ગોતવામાં જ ખોવાયો છું આ

પત્‍યે પરકમ્‍મા આખરે હું મળીશ જ

જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર

ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ

-રાજેન્‍દ્ર શુક્‍લ

 

 

સૂર ઘેઘૂર.....

ઝાંઝ પખવાજ બાજ કરતાલ આજ ,

સૂર ઘેઘૂર પૂર મત બાંધ પાજ!

બિંતબળખભાન, ઈબ્‍નબ્રજરાજ, વાહ-

જુગલસરકાર આજ મહેફિલનવાજ!

તીર કાલિંદ, શાખ કાદંબ તખ્‍ત,

ફરફરે મોરપિચ્‍છ સરતાજ-તાજ!

અંગ રચ પ્રાસ, સંગ રચ રંગરાસ,

છોડ સિંગાર સાજ, તજ સર્વ કાજ!

ભાન લવલેશ, શેષ ઝળહળ મશાલ,

શ્વાસ ઉચ્‍છ્‍વાસ ખેલ અય ખુશમિજાજ!

બિંતઃ પુત્રી, ઈબ્‍નઃ પુત્ર

રચનાઃ રાજેન્‍દ્ર શુક્‍લ

એમની દિવ્‍ય ચેતનાને વંદન

સ્‍વરઃ ધૈવત શુકલ

સ્‍વરાંકનઃ ધૈવત શુકલઃ ધૈવત શુકલ કવિ રાજેન્‍દ્ર શુક્‍લના પુત્ર છે.

રચનાઃ રાજેન્‍દ્ર શુક્‍લ સ્‍વરઃ શ્‍યામલ - સૌમિલ મુન્‍શીસ્‍વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા

 

ગાજે નિત પડછંદા ગઝલ

સભર સુરાહી લલિત લચક કટિ, કોમલસ્‍કંધા ગઝલ,

વન વન ભમતાં મિલત અતર્કિત યોજનગંધા ગઝલ.

 લખચોરાસી લખત લખત ચખ વેધત રે લખ ગઝલ,

અલખ અલખ ગિરનારી ગાજે નિત પડછંદા ગઝલ.

ચાક ગરેબાં, બેબાક દિશાઓ દામન હરહર ઊડે,

અષ્ટપાશ આકાશ ઉડાવત ત્રુટિતફંદા ગઝલ.

 સાંસ ઉસાંસ ચલાવત, છૂવત ઝિલમિલ સાતોં ગગન,

વિહંસ વિહંસ કરતાલ નચાવત ગાવત બંદા ગઝલ.

કંહ લગ રુઠો, માન કરો અતિ, મુખ મચકોડો અલગ,

સૂર મિલાવી ગાવો પ્રિયજન, સત્‌-ચિત્‌-નંદા ગઝલ.

 

રાજકોટ સાથે ડો. રાજેન્‍દ્ર શુકલનો આત્‍મીય સંબંધ

રાજકોટ તા. ર૩: કવિવર રાજેન્‍દ્ર શુક્‍લની વિદાય આપણા સહુ માટે ખૂબ દુઃખદ છે.એમની કવિતાઓ દીર્ઘ કાલીન અને અમીટ છાપ મૂકી જશે. રાજકોટ સાથે અને આપણા સહુ સાથે તેમનો આત્‍મીય સંબંધ રહ્યો છે. યજ્ઞેશ દવે પાસે સદભાગ્‍યે તેમનો ૪૫ વર્ષ પૂર્વે ૫૧ કાવ્‍યાંજલિ નું રેર્કોડિંગ સચવાયેલું છે,અને થોડા વર્ષો પહેલા રાજેન્‍દ્રભાઈ એ રાજકોટનું એ રેર્કોડિંગ મંગાવ્‍યું હતું કારણ કે તેમના કહેવા પ્રમાણે રાષ્‍ટ્રીયશાળામાં દરબાર ગોપાલદાસ ભવનમાં સ્‍વ.આનંદ મહેતાના ૫૧ વર્ષ ( મરણોત્તર) શ્રધ્‍ધાંજલિ આપવા રાજકોટની  પ્રકવચિત્‌ સાહિત્‍ય વર્તુળ આયોજિત  સતત ચારથી પાંચ કલાક સુધી પઠન વેળા તેમની જે સ્‍વરોની તાકાત હતી તેવું  તેમની પાસે પણ નહોતું. સદભાગ્‍યે તેની CD  આપણા યગ્નેશ દવે એ મોકલી ત્‍યારે તેમની જે ખુશાલી વ્‍યક્‍ત કરતો ફોન આવ્‍યો તે યાદ રહેશે.તેમણે કહેલું કે,રાજકોટના ‘‘ કવચિત'' ના આ કાર્યક્રમનો મારો પોતાનો ૪૦ વર્ષ પૂર્વેનો અવાજ સાંભળીને હું પણ રોમાંચિત થઈ ગયો  એમની વિદાય થી આ યાદો તાજી કરી એમને ગુજરાતી કવિતા/ ગઝલ ભાવકોને  “Mesmerise” કરી શકવા કેવી શક્‍તિશાળી છે તેનો દાયકાઓ સુધી આપણને ભાન કરાવ્‍યું છે. કાવ્‍ય જગતના નક્ષત્રમાંથી જાણે એક તેજસ્‍વી તારો નજર સામે જ ખરી પડ્‍યો.મનોજ ખંડેરિયા,રમેશ પારેખ અને હવે રાજેન્‍દ્રભાઈ શુક્‍લ....

- ડો. અનામિક શાહ

(ગુજરાત વિદ્યાપીઠના

પૂર્વ ઉપ કુલપતિ)

મો. ૯૮રપર ૧પ૬પ૬

 

 

બંને પુત્રો ધૈવત અને જાજવલ્‍યને પરંપરાગત શાળાશિક્ષણને બદલે ઘરે જ શિક્ષણ આપવાનો અસામાન્‍ય નિર્ણય લીધો

રાજેન્‍દ્રભાઈ અને નયનાબેને પોતાના બંને પુત્રો ધૈવત અને જાજવલ્‍યને પરંપરાગત શાળાશિક્ષણને બદલે ઘરે જ શિક્ષણ આપવાનો અસામાન્‍ય નિર્ણય લીધો હતો. આ માટે બંનેએ અધ્‍યાપનક્ષેત્રમાંથી સ્‍વૈચ્‍છિક નિવળત્તિ લીધી હતી. બાળકો પોતાની જિજ્ઞાસા, અનુભવ અને સ્‍વાધ્‍યાયથી શિક્ષણ મેળવી શકે તેવો તેમનો વિચાર હતો. ગુજરાતી વિશ્વકોશમાં પણ આ પ્રયોગની નોંધ લેવામાં આવી છે.

 

ઋષિકવી રાજેન્‍દ્ર શુક્‍લની જીવનઝરમર

પૂરું નામઃ રાજેન્‍દ્ર અનંતરાય શુક્‍લ જન્‍મઃ  ૧૨ ઓક્‍ટોબર, ૧૯૪૨ જન્‍મસ્‍થળઃ  બાંટવા, જિલ્લો જૂનાગઢ અવસાનઃ  ૨૨ નવેમ્‍બર, ૨૦૨૬, અમદાવાદ ઉંમરઃ  ૮૪ વર્ષ પિતાઃ  અનંતરાય શુક્‍લ માતાઃ  વિદ્યાગૌરી પત્‍નીઃ  નયના જાની, જાણીતા કવયિત્રી અને અંગ્રેજી વિષયના ભૂતપૂર્વ પ્રાધ્‍યાપક લગ્નઃ  વર્ષ ૧૯૭૪ સંતાનોઃ  બે પુત્રો, ધૈવત (જન્‍મ ૧૯૭૫) અને જાજવલ્‍ય (જન્‍મ ૧૯૭૭) સસરાઃ  જાણીતા વિદ્વાન અને લોકસાહિત્‍યના અભ્‍યાસી પ્રોફેસર કનુભાઈ જાની અભ્‍યાસઃ  સંસ્‍કળત અને પ્રાકળત વિષયોમાં એમ.એ. વ્‍યવસાયઃ  અધ્‍યાપન, કાવ્‍યસર્જન અને ગઝલપઠન અધ્‍યાપનમાંથી નિવળત્તિઃ  વર્ષ ૧૯૮૨ પ્રથમ કવિતાઃ  ‘કુમાર' સામયિકમાં, ૧૯૬૨ મુખ્‍ય ગ્રંથોઃ  કોમલ રિષભ, સ્‍વવાચકની શોધ, અંતરગાંધાર, ગઝલસંહિતા મુખ્‍ય સન્‍માનોઃ  કલાપી એવોર્ડ (૨૦૦૧), નરસિંહ મહેતા એવોર્ડ (૨૦૦૬), રણજિતરામ સુવર્ણચંદ્રક (૨૦૦૬), રાષ્‍ટ્રીય સાહિત્‍ય અકાદમી પુરસ્‍કાર (૨૦૦૭), નર્મદ સુવર્ણચંદ્રક, વલી ગુજરાતી ગઝલ એવોર્ડ (૨૦૦૯) અને અસ્‍મિતા સન્‍માન પુરસ્‍કાર (૨૦૨૫).

(12:03 PM IST)