તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Saturday, 24th October 2026
૭૫ વર્ષના દાદા સાથે લગ્ન કરવાનું નાટક કરનારી યુવતી હવે ફરી ગઈઃ પતિ પાસે પાછી આવી ગઈ
પતિને છૂટાછેડા નથી આપ્યા, બહેનપણીના કહેવા માટે નાટક રચ્યું: ૬ મિલિયન વ્યૂઝ મળતા સોશિયલ મીડિયા પર ડ્રામામાંથી યૂ-ટર્ન લઈ લીધો

ઓરૈયા,તા.૨૪: ૭૫ વર્ષના રામ સુધર સાથે સગાઈ કરી ચર્ચામાં આવેલી ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લાના ઓરિયરી ગામની યૂટ્યૂબર રીના રાજપૂત હવે પોતાના પતિ પાસે પાછી આવી ગઈ છે અને તેણે વૃદ્ધ સાથે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. રીના રાજપૂતે આ અંગે વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે, જેમાં રીના રાજપૂત સ્પષ્ટ કહી રહી છે કે, હવે તેને આ વૃદ્ધ સાથે કોઈ મતલબ નથી. કેમ કે તે તેની દીકરી રાધાની વાતોમાં આવી ગઈ હતી, જે બાદ રાધાના ૭૫ વર્ષીય પિતા રામ સુધર સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. પણ જેવો સગાઈનો વીડિયો સામે આવ્યો અને ત્યાર બાદ પતિ સાથે તેનો વિવાદ શરૂ થઈ ગયો, તે પોતાના પતિ પાસે પરત આવી ગઈ અને તેનો પતિ પણ તેની પાસે આવી ગયો છે.
રીના રાજપૂત લગભગ સવા બે મિનિટના પોતાના વીડિયોમાં પતિ સાથે ગળામાં હાર નાખીને એવું કહેતા દેખાઈ રહી છે કે તેનો પતિ તેની પાસે આવી ગયો છે અને તે હવે પોતાના પતિ અને બાળકો સાથે જ રહેશે. તેણે રાધાના પિતા સાથે સગાઈનું નાટક પોતાની બહેનપણીના કહેવા પર કર્યું હતું.
પોતાના વીડિયોમાં રીના એવું પણ કહેતી દેખાય છે કે તેણે પોતાના પતિને છૂટાછેડા નથી આપ્યા, એટલા માટે તે બીજા લગ્ન કરી શકતી નથી. હવે તેનો પતિ સાથે છે. જેની સાથે તે આગળની જિદગી જીવવા માગે છે. રીનાએ તેની સાથે મીડિયા અને વીડિયો કર્મીઓને પણ ચેતવણી આપી છે કે, જો તેને ઈન્ટરવ્યૂ માટે હેરાન કરી તો પોલીસને જાણ કરી દેશે.
આપને જણાવી દઈએ કે, આ સમગ્ર મામલો સામે આવ્યો ત્યારથી લોકોને શંકા હતી કે વૃદ્ધ સાથે ૩૦ વર્ષની યુવતીના લગ્ન ખાલી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેવા માટે કર્યા છે. હકીકતમાં આ લગ્નનો કોઈ અર્થ નહોતો. રીના રાજપૂતે થોડા દિવસ પહેલા રાધાના પિતા ૭૫ વર્ષીય રામ સુધર સાથે કથિત સગાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. જેવો આ વીડિયો ૬ મિલિયનને પાર પહોંચ્યો તો તેણે તરત યૂટર્ન લઈ લીધો અને પોતાના અસલી પતિ સાથે વીડિયો સાથે સામે આવી ગઈ. રીનાએ આજે એક વીડિયો અપલોડ કર્યો છે, જેમાં તે રામ સુધર સાથે લગ્ન નહીં કરવાની વાત કહેતી દેખાય છે. અને કહ્યું કે હવે તે તેના પતિ સાથે જ રહેશે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
