તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
આલિશાન હોટલમાં છોકરીએ છોકરાને મળવા બોલાવ્યોઃ ૮૫૦૦નું બિલ જોઈ રફુચક્કર થઈ ગઈ
ઓનલાઈન દોસ્તી ભારે પડીઃ છોકરાને લાગતું હતું કે કદાચ આ મુલાકાત એક સુંદર સંબંધની શરૂઆત બની શકે છે, પણ હકીકત કંઈક જુદી જ નીકળી

કોલકાતા તા.૧૬: કોલકાતાના રાનીકુઠી વિસ્તારમાં એક યુવક પોતાની ઓનલાઈન ક્રશને મળવા માટે પહોંચ્યો હતો. મુલાકાત માટે જગ્યા પણ છોકરીએ નક્કી કરી હતી. એક કપલ, કેફે, શરૂઆતમાં તો બધું ફિલ્મી અંદાજમાં ચાલ્યું, બંનેએ સાથે બેસીને વાતો કરી, કોફી પીધી અને હુક્કાની મજા પણ માણી. છોકરાને લાગતું હતું કે કદાચ આ મુલાકાત એક સુંદર સંબંધની શરૂઆત બની શકે છે, પણ હકીકત કંઈક જુદી જ નીકળી.
જેવું વેટર બિલ લઈને આવ્યો, છોકરાના હોશ ઉડી ગયા. મામૂલી ઓર્ડર માટે ૮૫૦૦ રૂપિયાનું બિલ જોઈ ચોંકી ગયો. જ્યારે તેણે તેના પર સવાલ ઉઠાવ્યો તો કેફેના કર્મચારીઓએ તેને ઘેરી લીધો. આ દરમિયાન જે છોકરી તેની સાથે બેઠી હતી, તે હસતા હસતા ત્યાંથી સરકી ગઈ. ત્યારે જતાં યુવકને સમજાયું કે આ એક કાવતરું હતું અને તે ખુદ તેનો શિકાર થઈ ગયો. બાદમાં સામે આવ્યું કે બિલમાં અન્ય કેટલીય વસ્તુઓ જોડી દેવામાં આવી હતી, જેનો તેણે ઓર્ડર પણ નહોતો કર્યો.
આ ઘટના સામે આવતા જ સોશિયલ મીડિયા પર લોકોની અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે. અમુકે તેને મજાકના અંદાજમાં મોંઘી ડેટ ગણાવી, તો અમુક તેને છેતરપિંડીની સંગઠિત રીત ગણાવી છે. જાણકારોનું માનવું છે કે આવા કિસ્સામાં કેફે અને અમુક લોકો મળીને ગ્રાહકોને ફસાવે છે. આવા સમયે સલાહ એ છે કે અજાણ્યા લોકોને મળવા માટે જગ્યા ખુદ નક્કી કરો, નહીંતર ખિસ્સાની સાથે સાથે દિલ તૂટવાનો ખતરો પણ બની રહે છે. સાથે જ હવે આ કિસ્સો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
