તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Monday, 21st September 2026
ટિકિટ વગર ટ્રેનમાં ચઢી યુવતીઃ TTE આવ્યો તો પોતાના કપડાં ફાડી નાટક કરવા લાગી
પોતાના કપડાં પોતે જ ફાડી નાખ્યા અને TTEએ તેની સાથે છેડતી કરી હોવાનો આરોપ લગાવ્યોઃ આ સમગ્ર ઘટનાક્રમ કેમેરામાં રેકોર્ડ થઈ જતાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

નવી દિલ્હી તા.૨૧: એક્સપ્રેસ ટ્રેનમાં ફરજ બજાવી રહેલા એક TTE સાથે તદ્દન વિચિત્ર બનાવ બન્યો. TTE રોજની જેમ ટ્રેનમાં બધા મુસાફરો પાસેથી ટિકિટ માગી રહ્યો હતો. આ દરમિયાન તેણે એક યુવતીને ટિકિટ બતાવવા માટે કહ્યું તો તે ભારે હોબાળો કરવા લાગી. તેની પાસે ટિકિટ ન હોવાથી TTEએ તેને દંડ ભરવા માટે કહ્યું. જોકે, તેણે પૈસા આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. એટલું જ નહીં, તેણે તેનો ભાઈ રેલવે વિભાગમાં જ કામ કરતો હોવાનું કહીને TTEને ધમકાવવાનો પ્રયાસ પણ કર્યો. જોકે, TTEએ તેની એક વાત પણ ન સાંભળી અને નિયમો અનુસાર કાર્યવાહી કરી. જેના પર મહિલાએ એવી હરકત કરી કે, જોઈને સૌ કોઈ ચોંકી ગયું.
TTEએ તેની એક પણ વાત ન સાંભળતા આ યુવતીએ પોતાના કપડાં પોતે જ ફાડી નાખ્યા. તેણે આરોપ લગાવ્યો કે, TTEએ તેને અશ્લીલ રીતે સ્પર્શ કર્યો અને છેડતી કરી, તેણે રેલવેની ઇમરજન્સી હેલ્પલાઇન પર ફોન કરીને ફરિયાદ કરવાની ધમકી પણ આપી. જોકે, મહિલાના વર્તનને પહેલેથી સમજી ગયેલા TTEએ પોતાના મોબાઇલ ફોનમાં સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. આ કારણે મહિલાએ કરેલો સમગ્ર ડ્રામા કેમેરામાં રેકોર્ડ થઈ ગયો હતો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @gharkekalesh નામના એકાઉન્ટ પરથી સામે આવ્યા બાદ ગણતરીની મિનિટોમાં વાયરલ થયો હતો. વીડિયોમાં મહિલા પોતાનું નામ રાધિકા તિવારી હોવાનું કહેતી સંભળાય છે. આ ઘટના અંગે ‘રેલવે સેવા'ના સત્તાવાર એકાઉન્ટે પણ તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી. રેલવે તરફથી જણાવાયું કે PNR નંબર અને મોબાઇલ નંબરની વિગતો મોકલવામાં આવે તો તાત્કાલિક તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે. વધુ મદદ માટે ‘રેલ મદદ' અથવા ૧૩૯ નંબર પર સંપર્ક કરવાની સલાહ પણ અપાઈ હતી.
બીજી બાજુ, વીડિયો જોઈને સોશિયલ મીડિયા પર યુઝર્સ યુવતીના વર્તન સામે નારાજગી અને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. ઘણાં યુઝર્સનું માનવું છે કે, જો વ્વ્ચ્એ વીડિયો રેકોર્ડ ના કર્યો હોત તો તેમની નોકરી જોખમમાં મૂકાઈ ગઈ હોત. આ ઉપરાંત ઘણાં યુઝર્સે મહિલા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગણી પણ કરી છે.
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
