હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રૂા.૫૦ હજારથી વધુની ભેટ પર લાગી શકે છે ટેક્સ
દિવાળીમાં મોંઘી ગિફટ આપતા પહેલાં ચેતી જજો

નવી દિલ્હી તા.૩૧: દિવાળીમાં પરિવાર, મિત્રો અને કર્મચારીઓને મોંઘી ગિફટ આપવાનું વિચારી રહ્યા છો? તો સાવધાન થઇ જાવ. જેમાં ૫૦ હજારથી વધુની ભેટ અને રોકડ વ્યવહારને લઈને ઇન્કમ ટેક્સના કેટલાક નિયમો છે, જે જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે.
દિવાળી નજીક આવી રહી છે અને લોકો પરિવાર, મિત્રો, કલીગને ભેટ આપવાની તૈયારીમાં છે. પણ શું તમે જાણો છો કે ભેટ આપવા કે લેવા પર પણ ઇન્કમ ટેક્સના નિયમો લાગુ પડે છે? ચાલો સમજીએ કે કેટલી મોંઘી ભેટ આપી-લઈ શકાય અને ક્યારે ટેક્સ લાગે છે.
એક નાણાકીય વર્ષમાં મિત્રો કે બીજા બિન-સગાં પાસેથી મળેલી કુલ ભેટ જો ૫૦,૦૦૦ રૂપિયાથી ઓછી હોય તો તે ટેક્સ-ફ્રી છે. આ મર્યાદા દરેક ભેટ પર અલગ નહીં, પરંતુ આખા વર્ષની કુલ કિમત પર લાગુ પડે છે. જો કુલ મૂલ્ય ૫૦,૦૦૦ રૂપિયાથી વધી જાય તો આખી રકમ પર ટેક્સ લાગે છે માત્ર વધારાના ભાગ પર નહીં.
૧ એપ્રિલ ૨૦૨૬થી લાગુ નિયમ મુજબ કંપની તરફથી મળેલી નોન-કેશ ભેટ, ગિફટ વાઉચર કે કૂપન જો વર્ષભરમાં કુલ ૧૫,૦૦૦ રૂપિયા સુધી હોય તો ટેક્સ-ફ્રી છે. આ લીમીટ વટાવી દે તો આખી રકમને અનુલાભ માનવામાં આવે છે અને તેના પર ટેક્સ લાગે છે.
કંપની તરફથી મળેલી કોઈ પણ કેશ ભેટ કે દિવાળી બોનસ પહેલા રૂપિયાથી જ પૂર્ણપણે ટેક્સેબલ છે. તેને કર્મચારીની ટેક્સેબલ આવકમાં ઉમેરી દેવામાં આવે છે.
ઇન્કમ ટેક્સ એક્ટની કલમ ૫૬(૨) મુજબ માતા-પિતા, ભાઈ-બહેન, પતિ-પત્ની અને બાળકો જેવા નજીકના સગાં તરફથી મળેલી ભેટ કોઈ પણ કિમતની હોય તો પણ ટેક્સ-ફ્રી છે. જોકે કાકા બાપાના ભાઈ-બહેન જેવા સગાં આ કેટેગરીમાં આવતા નથી.
કોઈ પણ વ્યક્તિ એક દિવસમાં એક જ પ્રસંગે ૨ લાખ રૂપિયા કે તેથી વધુની કેશ ભેટ સ્વીકારી શકતી નથી ભલે તે સગાં તરફથી મળી હોય. આ નિયમ તોડવા પર દંડ તરીકે મળેલી આખી રકમ જેટલો દંડ થઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
