News of Tuesday, 15th September 2026
ઘોર કળિયુગઃ ઓફિસમાં નોકરી કરતી બે મહિલા પોતપોતાના પતિને છોડી બંને એકસાથે રહેવા ભાગી ગઈ
પ્રિયા અને નીલમ નામની બે યુવતીઓ એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતીઃ કામ દરમિયાન બંને વચ્ચે ગાઢ દોસ્તી થઈઃ જોતજોતામાં આ દોસ્તી એટલી વધી ગઈ કે એક સાથે રહેવાનો નિર્ણય લઈ લીધો

ગાજિયાબાદઃ તા.૧૫: ઉત્તર પ્રદેશના ગાજિયાબાદથી પતિ-પત્નીના સંબંધને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચાર વર્ષ પહેલાં ખૂબ જ ધૂમધામથી લગ્ન કરી ઘરે આવેલી એક મહિલા અચાનક રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. પતિએ જ્યારે તેની શોધ શરુ કરી અને પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી તો સત્ય સામે તેણે સૌને ચોંકાવી દીધા. મહિલાએ પોતાના પતિ અને સાસરિયાને છોડી પોતાની જ એક મહિલા કલીગ સાથે ભાડાના રૂમમાં રહેવા લાગી ગઈ હતી.
પ્રાપ્ત જાણકારી અનુસાર, પ્રિયા અને નીલમ નામની બે યુવતીઓ એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. સાથે જ કામ દરમિયાન બંને વચ્ચે ગાઢ દોસ્તી થઈ અને જોતજોતામાં આ દોસ્તી એટલી વધી ગઈ કે તેમણે એક સાથે રહેવાનો નિર્ણય લઈ લીધો. આ દરમિયાન ઘરેલુ વાતોને લઈ મહિલા પ્રિયા અને તેના પતિ વચ્ચે વિવાદ શરુ થઈ ગયો. ગત ૧૨ ઓગસ્ટના રોજ બંને વચ્ચે વિવાદ થયો. જે બાદ પ્રિયા અચાનક ઘરેથી ગાયબ થઈ ગઈ. લાંબા સમય સુધી મહિલાનો કોઈ પત્તો લાગ્યો નહીં. પતિએ ઈકોટેક પોલીસ સ્ટેશનમાં તે ગુમ થવાની ફરિયાદ નોંધાવી અને ખુદ પણ તેને શોધવા લાગ્યો.
સોશિયલ મીડિયા પર ખુલ્યું રહસ્યઃ આ બાજુ નીલમના પરિવારના લોકો પણ તેને શોધવા લાગ્યા. થોડા દિવસ બાદ બંને પરિવારને સોશિયલ મીડિયા દ્વારા જાણ થઈ કે યિા અને નીલમ ગાજિયાબાદના ખોડા વિસ્તારમાં એક સાથે રહેવા લાગી છે. ત્યાર બાદ બંને પરિવારના લોકો એક્ટિવ થયા અને રવિવારે જ્યારે તેઓ ખોડાના વંદના એનક્લેવમાં પહોંચ્યા તો ત્યાંનો નજારો જોઈ હોશ ઉડી ગયા. વંદના એન્ક્લેવ વિસ્તારમાં બંને યુવતીઓ એક ભાડાના રૂમમાં રાજીખુશીથી એક સાથે રહેતી હતી.
પતિ સાથે જવાની સ્પષ્ટ ના પાડી દીધીઃજ્યારે પરિવારના લોકોએ બંનેને સમજાવવાની કોશિશ કરી અને ઘરે પરત ફરવાનો આગ્રહ કર્યો, તો બંનેએ અલગ થવાની ચોખ્ખી ના પાડી દીધી. મહિલા પ્રિયાએ પોતાના પતિ સાથે જવાની ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું કે, હવે તે ખાલી નીલમ સાથે જ જિંદગી વિતાવશે. વાતચીત દરમિયાન -યિાએ પોતાના પતિ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, પતિનો વ્યવહાર ઠીક નથી અને તેની સાથે મારપીટ કરે છે. જો કે, તેના નિવેદન અને વલણથી એ સ્પષ્ટ થયું કે તે ખાલી નીલમ સાથે રહેવા માગે છે.
પોલીસની હાજરીમાં લાંબી પંચાયત ચાલીઃ આ મામલો એટલો આગળ વધી ગયો કે ઘટનાસ્થળ પર પોલીસ પણ પહોંચી ગઈ. મોડી સાંજ સુધી પોલીસની હાજરીમાં બંને યુવતીઓ અને તેમના બંને પક્ષના પરિજનો વચ્ચે વાતચીત અને મનામણા ચાલતા રહ્યા, પણ કોઈ પરિણામ નીકળ્યું નહીં. આ અનોખા અને ગૂંચવાયેલા મામલાને લઈ એસીપી ઈંદિરાપુરમ સૂર્યબલી મૌર્યએ મીડિયાને જાણકારી આપતા કહ્યું કે, પોલીસને આ મામલામાં ફરિયાદ મળી ગઈ છે અને હવે કાયદા અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
