તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
પ્રાણીઓની ચામડી, ચરબી અને હાડકામાંથી બનતાં હતાં ઘી અને આઇસક્રીમ
મધ્ય પ્રદેશના ખંડવાનો ચોંકાવનારો કેસઃ ગેરકાયદે ફેક્ટરીના સંચાલક અનવર કુરેશીની ધરપકડ

ખંડવા,તા.૨૭: મધ્ય પ્રદેશના ખંડવામાં જિલ્લા-પ્રશાસને પ્રાણીઓની ચરબીમાંથી ઘી અને આઇસક્રીમ બનાવતી ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. ત્યાંથી ચરબીમાંથી બનેલા નકલી ઘીથી ભરેલાં કુલ ૭૯ ટિન અને ૯ બ્લુ ડ્રમ મળી આવ્યાં હતાં. એની સાથે જ મોટી સંખ્યામાં પ્રાણીઓના અવશેષોથી ભરેલી ગૂણીઓ પણ મળી આવી હતી. સિટી મેજિસ્ટ્રેટ, મ્યુનિસિપલ કોર્પોરેશન, ફૂડ વિભાગ અને પશુચિકિત્સા વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી હતી અને આ ગેરકાયદે ફેક્ટરીના સંચાલક અનવર કુરેશીની ધરપકડ કરવામાં આવી હતી.
ખંડવા પ્રશાસનને ફરિયાદ મળી હતી કે મોઘાટ પોલીસ-સ્ટેશન વિસ્તારના ઇમ્લીપુરા વોર્ડમાં બેગમ પાર્ક પાસે પશુની ચરબીમાંથી ઘી બનાવવાની ગેરકાયદે ફેક્ટરી કાર્યરત છે. જિલ્લા-પ્રશાસનની જોઇન્ટ ટીમે શુક્રવારે સવારે દરોડો પાડ્યો હતો. ત્યાંથી પશુની ચરબીમાંથી બનેલા ઘીનો મોટો જથ્થો અને આઇસક્રીમ બનાવવા માટે વપરાતા ઘટકો મળી આવ્યા હતા. મૃત પ્રાણીઓની ચામડી, ચરબી, હાડકાં અને અન્ય પ્રાણીઓના અવશેષો પણ મળી આવ્યાં હતાં. આ ઘી બજારમાં સપ્લાય કરવામાં આવી રહ્યું હતું.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
