તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
અમેરિકામાં ગ્રીનકાર્ડ મેળવવું વધુ મુશ્કેલ બનશે! ભારતીય આઈટી વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ માટે ટ્રમ્પ સરકાર લાવશે કડક નિયમો
અમેરિકી લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા PERM ઈમિગ્રેશન પ્રોસેસમાં બે દાયકા પછી મોટા સુધારાનો પ્રસ્તાવ; યુએસ વર્કર્સના રક્ષણ માટે નિયમો કડક થતાં H-1B વિઝા ધારકોમાં ટેન્શન વધ્યું

ન્યૂયોર્ક, તા.૧૭: અમેરિકામાં સ્થાયી થવાનું અને ગ્રીનકાર્ડ મેળવવાનું સપનું સેવતા હજારો ભારતીય પ્રોફેસનલ્સ અને વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળની સરકારે રોજગાર આધારિત ઈમિગ્રેશન (Employment-Based Immigration) પ્રક્રિયામાં બહુમોટા ફેરફારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ લેબર (DOL) દ્વારા ગ્રીનકાર્ડ સ્પોન્સરશિપ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા પર્મેનન્ટ લેબર સર્ટિફિકેશન એટલે કે ‘PERM’ પ્રોગ્રામની સમીક્ષા હાથ ધરવામાં આવી છે. આ પ્રસ્તાવ હાલમાં વ્હાઈટ હાઉસની ઓફિસ ઓફ ઈન્ફોર્મેશન એન્ડ રેગ્યુલેટરી અફેર્સ પાસે અંતિમ મંજૂરી અને રિવ્યૂ માટે મોકલવામાં આવ્યો છે.
હાલની વ્યવસ્થા મુજબ, અમેરિકામાં H-1B વિઝા પર કામ કરતા વિદેશી કર્મચારીઓને ગ્રીનકાર્ડ આપવા માટે તેમની કંપનીઓએ PERM પ્રક્રિયા હેઠળ સાબિત કરવું પડે છે કે તે ચોક્કસ હોદ્દા માટે કોઈ યોગ્ય અમેરિકી નાગરિક ઉપલબ્ધ નથી. ડિપાર્ટમેન્ટ ઓફ લેબરે નોંધ્યું છે કે વર્ષ ૨૦૦૪ પછી આ નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જ્યારે છેલ્લા બે દાયકામાં ટેકનોલોજી અને ભરતી પદ્ધતિઓમાં આકાશી પરિવર્તનો આવ્યા છે. નવા પ્રસ્તાવનો મુખ્ય હેતુ અમેરિકી કામદારો માટે સુરક્ષા મજબૂત કરવાનો, છટણી (layoffs) થી પ્રભાવિત સ્થાનિક નાગરિકોને પ્રથમ પ્રાથમિકતા આપવાનો અને માત્ર ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વિદેશી કામદારોને જ ગ્રીનકાર્ડની તક આપવાનો છે.
આ નવા નિયમો અને કડક સમીક્ષા પ્રક્રિયાને કારણે ઈન્ડિયન આઈટી વ્યાવસાયિકો પર સીધી નકારાત્મક અસર પડી શકે છે. હાલમાં જ ઘણી મોટી આઈટી કંપનીઓએ PERM ફાઇલિંગ કામચલાઉ ધોરણે સ્થગિત કરી દીધું છે. જો આ નવો પ્રસ્તાવ અમલમાં આવશે તો કંપનીઓ માટે વિદેશી કર્મચારીઓને કાયમી નિવાસ (Green Card) માટે સ્પોન્સર કરવાનું વધુ જટિલ અને ખર્ચાળ બનશે, જેનાથી અમેરિકામાં કાર્યરત અને અભ્યાસ કરતા હજારો ભારતીયોની ચિંતામાં મોટો વધારો થયો છે.
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
