તા. ૨૦ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૮ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
જનરેશન આલ્ફાના છોકરાઓને AI ગર્લફ્રેન્ડ બનાવવી ગમે છે
આ પેઢીના ૨૦ ટકા છોકરાઓ AIને ડેટ કરી રહ્યા છે

નવી દિલ્હી,તા.૨૮: આજકાલની ટીનેજ જનરેશનના રોમેન્સની સ્ટાઇલમાં પણ ટ્વિસ્ટ છે. જનરેશન આલ્ફા તરીકે ઓળખાતી આ પેઢી અસલી છોકરીઓને ડેટ કરવાને બદલે AI ચેટબોટ્સને જ પોતાની ગર્લફ્રેન્ડ બનાવી રહી છે. યુનાઇટેડ કિગડમની સંસ્થાએ કરેલા અભ્યાસમાં ૧૨થી ૧૬ વર્ષની ઉંમરના ટીનેજર્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પેઢીના ૨૦ ટકા છોકરાઓ AI ડેટ કરી રહ્યા છે. ૮૫ ટકા ટીનેજર છોકરાઓએ પણ ક્યારેક ને ક્યારેક ચેટબોટ સાથે અંગત વાત કરી છે અને પચીસ ટકાથી વધુ ટીનેજરોને અસલી છોકરીઓ કરતાં ખ્ત્ સાથે વાતચીત કરવાનું વધુ ગમે છે. તેમનું કહેવું છે કે AI સાથેની રિલેશનશિપ આસાન રહે છે કેમ કે એ આપણા કન્ટ્રોલમાં રહે છે. ચોંકાવનારી અને ચિતાજનક વાત એ છે કે ૩૬ ટકા લોકો પોતાના પરિવાર અને દોસ્તોથી વધુ AI ચેટબોટ્સને પસંદ કરવા લાગ્યા છે. આની પાછળનું કારણ એ છે કે AI ચેટબોટ કદી ઝઘડો નથી કરતું, તરત રિપ્લાય આપે છે અને હંમેશાં અવેલેબલ રહે છે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
