તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
'Gen-Z નોકરી માટે યોગ્ય નથી': અમેરિકન કંપનીઓ યુવા ગ્રેજ્યુએટ્સથી પરેશાન, રોબોટ્સ અને AI થી રિપ્લેસ કરવાની તૈયારી!
વર્ક પ્લેસ સ્કિલ અને કમ્યુનિકેશનનો મોટો અભાવ: બોસનું માનવું છે કે નવી પેઢી ઑફિસ કલ્ચર માટે તૈયાર નથી

નવી દિલ્હી | તા.૦૩: અમેરિકાની મોટી કંપનીઓ અને કોર્પોરેટ જગતમાં નવી પેઢી એટલે કે 'જનરેશન-ઝેડ' (Gen-Z)ના યુવા કર્મચારીઓને લઈને અસંતોષ સતત વધી રહ્યો છે. તાજેતરમાં સામે આવેલા એક અહેવાલ મુજબ, મોટા ભાગના બોસ અને એચઆર મેનેજર્સનું માનવું છે કે આજના ગ્રેજ્યુએટ્સ વ્યવસાયિક ક્ષમતા અને કામકાજની શૈલીમાં ઘણાય પાછળ છે. આ પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે કેટલીક કંપનીઓ હવે યુવા કર્મચારીઓને બદલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને રોબોટ્સનો ઉપયોગ કરવા તરફ વિચાર કરી રહી છે.
અહેવાલ અનુસાર, ગ્રેજ્યુએટ થઈને આવતા આ યુવાનો માટે ઑફિસનું પ્રાથમિક વાતાવરણ અને શિસ્ત પણ મોટો પડકાર બની ગયા છે. ઑફિસમાં કોને કેવી રીતે ઈમેઈલ કરવો, મીટિંગ દરમિયાન પોતાના મતભેદો કે અસહમતીને યોગ્ય રીતે કેવી રીતે રજૂ કરવી, બોસને ક્યારે અને કેવા પ્રશ્નો પૂછવા તથા AI ના જવાબોને પોતે રી-ચેક કેવી રીતે કરવા — આ બધી પાયાની બાબતોમાં નવી પેઢી કાચી પડી રહી છે. કમ્યુનિકેશન અને સોશિયલ સ્કિલ્સનો અભાવ એ કંપનીઓ માટે સૌથી મોટો માથાનો દુખાવો બન્યો છે.
ઘણા બોસનું કહેવું છે કે ટેકનોલોજીમાં આગળ હોવા છતાં, Gen-Z કર્મચારીઓમાં પ્રોફેશનલ બિહેવિયર અને જવાબદારી લેવાની ક્ષમતા ઓછી જોવા મળે છે. જેના કારણે કંપનીઓને તેમના પાછળ વધારાનો સમય અને ટ્રેનિંગ ખર્ચવી પડે છે. આ જ કારણસર હવે અમેરિકન કંપનીઓ માનવ સંસાધનો કરતાં ટેકનોલોજી, AI ટૂલ્સ અને ઓટોમેશન તરફ વધુ આકર્ષિત થઈ રહી છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
