તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
Gen Z ની ડિજિટલ પસંદગી: ઈન્સ્ટાગ્રામ-સ્નેપચેટ નહીં: પણ YouTube બન્યું દેશના યુવાનોનું 'નંબર ૧' પ્લેટફોર્મ
'ગૂગલ-કાંતાર' રિપોર્ટમાં મોટો ખુલાસો: ભારતના ૭૬% Gen Z યુવાનો માને છે કે YouTube પર વિતાવેલો સમય સૌથી વધુ અર્થપૂર્ણ: મનોરંજનથી લઈને માહિતી અને શોપિંગ સુધી એકમાત્ર વિશ્વાસપાત્ર માધ્યમ બન્યું

નવી દિલ્હી: આજના ડિજિટલ યુગમાં સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે યુવા પેઢી એટલે કે Gen Z પોતાનો મોટાભાગનો સમય Instagram રીલ્સ અથવા Snapchatના ફિલ્ટર્સ પાછળ વિતાવે છે. પરંતુ ગૂગલના એક તાજેતરના રિપોર્ટે આ ધારણાને તદ્દન ખોટી સાબિત કરી દીધી છે. 'Think with Google'ના રિપોર્ટ અનુસાર, ભારતમાં ૧૮ થી ૨૪ વર્ષની વયના યુવાનો માટે માહિતી, શિક્ષણ અને મનોરંજન મેળવવાનું સૌથી લોકપ્રિય અને પસંદગીનું પ્લેટફોર્મ Instagram કે Snapchat નથી, પરંતુ YouTube છે. જો ભારતીય Gen Z ને આખા વર્ષ માટે માત્ર એક જ વીડિયો પ્લેટફોર્મ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવે, તો તેમની પહેલી અને મુખ્ય પસંદગી YouTube જ રહેશે.
આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો, સંશોધનમાં જાણવા મળ્યું છે કે ભારતના ૭૬% Gen Z દર્શકો એવું માને છે કે YouTube પર વીડિયો જોવામાં વિતાવેલો સમય તેમના માટે 'ટાઇમ વેલ સ્પેન્ટ' એટલે કે સમયનો યોગ્ય ઉપયોગ છે. આ સરખામણીમાં Instagram માટે આ આંકડો ૬૫% અને ટીવી માટે માત્ર ૫૭% હતો. યુવાનો માટે YouTube માત્ર ટાઈમ પાસ કરવાનું સાધન નથી પરંતુ નવું જ્ઞાન મેળવવા, પોતાની ક્ષમતાઓ વિકસાવવા, નવી પ્રોડક્ટ્સ વિશે જાણીને શોપિંગ કરવા અને પોતાના મનપસંદ કન્ટેન્ટ ક્રિએટર્સ સાથે જોડાવાનું એક મજબૂત માધ્યમ બની ગયું છે.
ગૂગલ અને કાંતાર સર્વેના રિપોર્ટ અનુસાર, ભારતના ૭૯% Gen Z દરરોજ ગૂગલ અને YouTube નો ઉપયોગ કરે છે. આ સાથે જ ૯૩% ભારતીય યુવાનોનું માનવું છે કે YouTube પર કામ કરતા ક્રિએટર્સ દ્વારા આપવામાં આવતી માહિતી અન્ય કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કરતા વધુ વિશ્વસનીય અને પ્રામાણિક હોય છે. આ વિશ્વસનીયતાના કારણે જ YouTube ભારતના યુવાનો માટે માત્ર વીડિયો જોવાની એપ મટીને તેમના ડિજિટલ જીવનનો એક અવિભાજ્ય અને સૌથી મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
