તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
બદ્રીનાથ ધામના દ્વાર શિયાળાની ઋતુ માટે બંધ થવાની સાથે આ વર્ષની ચાર ધામ યાત્રા સંપન્ન
ચાર ધામ યાત્રા દરમિયાન, દેશ-વિદેશના 65 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચાર ધામોની મુલાકાત લીધી:23 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માત્ર બદ્રીનાથ ધામની મુલાકાત લીધી જે એક નવો વિક્રમ

ઉત્તરાખંડમાં આ વર્ષની ચાર ધામ યાત્રા ગઈકાલે બદ્રીનાથ ધામના દ્વાર શિયાળાની ઋતુ માટે બંધ થવાની સાથે સંપન્ન થઈ. વૈદિક મંત્રોના ઉચ્ચારણ અને ધાર્મિક પરંપરાઓ અનુસાર, વિધિવત ધાર્મિક વિધિઓ બાદ મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા. આ પ્રસંગે મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત હતા.
મંદિરના દ્વાર બંધ કરવામાં આવે તે પહેલાં, અંદર નિર્ધારિત ધાર્મિક વિધિઓ સંપન્ન કરવામાં આવી.પરંપરા અનુસાર, ગર્ભગૃહમાં દેવી લક્ષ્મીની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ, શિયાળાની ઋતુ માટે ભગવાન બદ્રી વિશાલના મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવ્યા.
આ વર્ષની ચાર ધામ યાત્રા દરમિયાન, દેશ-વિદેશના 65 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચાર ધામોની મુલાકાત લીધી હતી. તેમાંથી 23 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માત્ર બદ્રીનાથ ધામની મુલાકાત લીધી જે એક નવો વિક્રમ છે.
આ અગાઉ, 11 નવેમ્બરના રોજ, નિર્ધારિત વિધિ-વિધાનોનું પાલન કરીને શિયાળાની ઋતુ માટે કેદારનાથ ધામના દ્વાર બંધ કરવામાં આવ્યા હતા. આ વર્ષની યાત્રા દરમિયાન, 19 લાખ 20 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામની મુલાકાત લીધી હતી.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
