News of Monday, 20th April 2026
અમેરિકામાં પેટ્રોલના ભાવમાં સતત ભડકો ચાલુ: ઈરાન યુદ્ધના કારણે આવતા વર્ષ સુધી કોઈ રાહત નહીં: ભાવ પ્રતિ ગેલન ૩ ડૉલરથી નીચે આવવાની કોઈ શક્યતા નથી: હાલમાં અમેરિકામાં પેટ્રોલનો ભાવ ૪ ડૉલર પ્રતિ ગેલનથી પણ વધુ

વોશિંગ્ટન: અમેરિકાના ઊર્જા સચિવ ક્રિસ રાઈટે ચેતવણી આપી છે કે ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે પેટ્રોલના ભાવ પ્રતિ ગેલન ૩ ડૉલરથી નીચે આવવાની કોઈ શક્યતા નથી.
પ્રાપ્ત થતી સત્તાવાર વિગતો અનુસાર, અમેરિકામાં ઈંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ઊર્જા સચિવ ક્રિસ રાઈટે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ઈરાન સાથેનું યુદ્ધ પૂરું ન થાય ત્યાં સુધી ઈંધણના ભાવ યુદ્ધ પહેલાના સ્તરે એટલે કે ૩ ડૉલર પ્રતિ ગેલનથી નીચે જવાની શક્યતા નથી. આ માટે અમેરિકનોએ ઓછામાં ઓછું આવતા વર્ષ સુધી રાહ જોવી પડશે.
હાલમાં અમેરિકામાં પેટ્રોલનો ભાવ ૪ ડૉલર પ્રતિ ગેલનથી પણ વધુ છે, જેના કારણે સામાન્ય પરિવારોની આર્થિક સ્થિતિ પર ભારે દબાણ આવ્યું છે. એએએ ના સત્તાવાર આંકડા અને અહેવાલો મુજબ હોર્મુઝની સામુદ્રધુનીમાં વાહનવ્યવહાર પ્રભાવિત થવાથી આ ભાવ વધ્યા છે.
રાઈટે જણાવ્યું કે ભાવ કદાચ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે અને જો યુદ્ધનો ઉકેલ આવે તો જ તેમાં ઘટાડો થઈ શકે છે. પબ્લિક ઓપિનિયન પોલ્સમાં પણ લોકોની વધતી નારાજગી અને આર્થિક બોજાની ચિંતા સ્પષ્ટપણે જોવા મળી રહી છે.
*
*ઈરાની સાંસદ મહમૂદ નબાવિયન દ્વારા ખુલ્લી ધમકી: "અમેરિકાના તમામ આર્થિક હિતો નષ્ટ કરી દઈશું": ટ્રમ્પની ધમકીઓનો જડબાતોડ જવાબ આપ્યો: કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિએ ફરી એકવાર બકવાસ આદર્યો છે*
*ઈરાન વિરુધ્ધ 'નવી લશ્કરી કાર્યવાહી' શરૂ થવા અંગે ગંભીર ચેતવણી આપી છે: દરિયાઈ નાકાબંધીના બહાને અમેરિકાના લશ્કરી સાધનોનો પ્રદેશમાં પ્રવેશ ખતરનાક: શાંતિ વાટાઘાટોના દાવા માત્ર એક છેતરપિંડી છે: ઈરાનિયન વાટાઘાટકારનું તડ અને ફડ *
તહેરાન: ઈસ્લામાબાદમાં નિષ્ફળ ગયેલી વાટાઘાટો બાદ અને આવતીકાલે સાંજે ફરી મંત્રણાઓ ચાલુ થવાની સંભાવનાઓ વચ્ચે ઈરાની સાંસદ મહમૂદ નબાવિયને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓનો જડબાતોડ જવાબ આપ્યો છે.
તાજેતરમાં ઈસ્લામાબાદમાં વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે થયેલી વાટાઘાટોમાં સામેલ ઈરાની સાંસદ મહમૂદ નબાવિયને ઈરાન સામે 'નવી લશ્કરી કાર્યવાહી' અંગે ગંભીર ચેતવણી આપી છે.
અમેરિકન રાષ્ટ્રપતિએ પોતાના ડિજિટલ પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર ધમકી આપી હતી કે તેઓ ઈરાનના દરેક પાવર પ્લાન્ટ અને દરેક પુલને ઉડાવી દેશે. આના જવાબમાં નબાવિયને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર સત્તાવાર પ્રતિક્રિયા આપતા લખ્યું કે, અમેરિકન રાષ્ટ્રપતિએ ફરી એકવાર બકવાસ કર્યો છે અને ઈરાનના પ્રિય લોકોને ધમકી આપી છે.
તેમણે કહ્યું કે દરિયાઈ નાકાબંધીના બહાને દુશ્મનના લશ્કરી સાધનોનો પ્રદેશમાં પ્રવેશ અને શાંતિ વાટાઘાટોના દાવા માત્ર એક છેતરપિંડી છે. નબાવિયને સ્પષ્ટ ચીમકી આપી કે જો ઈરાની રાષ્ટ્ર પર કોઈ પણ પ્રકારનું આક્રમણ થશે, તો તેઓ અમેરિકા, પ્રાદેશિક ઊર્જા અને ઝાયોનિસ્ટ શાસનના તમામ આર્થિક હિતો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સંપૂર્ણપણે નષ્ટ કરી દેશે.
ડિજિટલ માધ્યમો પર આ નિવેદનો દર્શાવે છે કે બંને દેશો વચ્ચે તણાવ હજુ વધુ વકરશે.
*અમેરિકાના જુદા જુદા શહેરોમાં પ્રવર્તી રહેલ રેગ્યુલર પેટ્રોલના સરેરાશ ભાવ (ડોલર પ્રતિ ગેલનના): શહેર પ્રમાણે જુદા જુદા પંપ પર ભાવ થોડો બદલાઈ શકે: આ સરેરાશ ભાવો છે*
- ન્યૂ યોર્ક: $૪.૧૩૭ ડોલર;
- બફેલો-નાયાગ્રા ફૉલ્સ: $૪.૧૪૮.
- લોસ એન્જેલસ-લૉંગ બીચ: $૫.૯૨૯;
- સાન ડિએગો: $૫.૮૬૩.
- સાન ફ્રાન્સિસ્કો: $૫.૯૬૮;
- સાન જોસે: $૫.૮૧૭.
- હ્યુસ્ટન: $૩.૭૫૭;
- ડાલાસ: $૩.૫૫૬.
- ઓસ્ટિન-સાન માર્કોસ: $૩.૬૯૮;
- સાન એન્ટોનિયો: $૩.૬૫૩.
- શિકાગો મેટ્રો: $૪.૪૭૧;
- ફિલાડેલ્ફિયા: $૪.૦૬૧.
- માયામી: $૪.૦૩૮;
- ઓરલાન્ડો: $૩.૯૮૬.
- જૅક્સનવિલ: $૪.૦૨૭;
- ટેમ્પા-સેન્ટ પીટર્સબર્ગ-ક્લિયરવોટર: $૩.૯૯૮.
- સીયેટલ-બેલ્વ્યુ-એવરેટ:
- $૫.૬૦૯;
- ફિનિક્સ પ્રોપર: $૪.૭૨૭.
- ડેન્વર: $૩.૮૫૪;
- એટલાન્ટા: $૩.૬૪૧
વધારાના મોટા શહેરોમાં બોસ્ટનનો સરેરાશ ભાવ ગેલન દીઠ $૩.૯૬૬, **વોશિંગ્ટન, ડી.સી.**નો $૪.૨૭૨, અને કોલંબસનો $૩.૭૦૨ રહ્યો હતો.
ગઈકાલે રવિવારે કેલિફોર્નિયા $૫.૮૩૯, હવાઈ $૫.૬૭૦, વોશિંગ્ટન $૫.૩૮૩, ઓરેગન $૪.૯૮૯, નેવાડા જેવા રાજ્યોમાં સૌથી વધુ $૪.૯૩૭ જેવા ભાવો હતા; જ્યારે સૌથી સસ્તાં રાજ્યોમાં ઓક્લાહોમા $૩.૪૦૨, કાન્સસ $૩.૪૮૦, આયોવા $૩.૫૬૯, નેબ્રાસ્કા $૩.૫૭૯, નૉર્થ ડકોટા $૩.૫૯૦ હતા.
એએએ ફ્યુઅલ પ્રાઇસિસ (AAA Fuel Prices) મુજબ ગઈકાલે ૧૯ એપ્રિલ ૨૦૨૬ના અમેરિકાનો રાષ્ટ્રીય સરેરાશ ભાવ પ્રતિ ગેલન $૪.૦૪૮ હતો.(લગભગ ₹૩૭૫ પ્રતિ ગેલન: ગેલન બરાબર અંદાજે ૩.૭૮૫ લિટર)
ઈરાન સાથેના યુદ્ધ પહેલાં અમેરિકામાં ગેસોલીનનો રાષ્ટ્રીય સરેરાશ ભાવ અંદાજે $૨.૯૮ પ્રતિ ગેલન હતો. (લગભગ ₹૨૭૬ પ્રતિ ગેલન: ગેલન બરાબર અંદાજે ૩.૭૮૫ લિટર)
($ = ડોલર * રવિવારના ભાવ મુજબ ૧ યુએસ ડોલર = ૯૨.૬૦ ભારતીય રૂપિયા)
(પેટ્રોલ અને પ્રવાહીના માપ માટે વપરાતા ૧ યુએસ ગેલન બરાબર અંદાજે ૩.૭૮૫ લિટર થાય છે)
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
