તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
ગરબામાં પણ હવે Al: એક જ ગ્રાઉન્ડમાં અનેક લોકપ્રિય ગાયકોનો અવાજ સંભળાશે
ઢોલના તાલ-કંઠનો કામણ કી-બોર્ડના ટેરવેઃ Al ગરબા હવે હાથવેંતમાં : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ગરબાના શબ્દો, સંગીત, તાલ અને ગાયકી જેવો કૃત્રિમ અવાજ તૈયાર કરવો શક્ય બની રહ્યો છે

મુંબઈ,તા.૧૭: યુટ્યુબ પર એઆઈ આધારિત ગરબાનાં સંખ્યાબંધ ગીતો અને સંગીતના પ્રયોગો સામે આવી રહ્યા છે. હવે આ ગીતો માત્ર મોબાઈલની પડદા સુધી મર્યાદિત ન રહે, પરંતુ નવરાત્રિનાં ગરબાનાં મેદાનોમાં પણ ગુંજે તેની રાહ છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ગરબાના શબ્દો, સંગીત, તાલ અને ગાયકી જેવો કૃત્રિમ અવાજ તૈયાર કરવો મોટો ફેરફાર જોવા મળી શકે છે. શક્ય બની રહ્યો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે એક જ ગરબાને અલગ-અલગ અવાજમાં તૈયાર કરવાની અને અવાજની નકલ કરવાની ટેક્રિક પણ ઉપલબ્ધ છે. આ ટેક્રોલોજીનો ઉપયોગ વધે તો આગામી વર્ષોમાં ગરબાના સંગીતની દુનિયામાં કલ્પના કરો કે એક જ ગરબો અલગ-અલગ અવાજમાં તૈયાર થાય અને જુદાં જુદાં મેદાનોમાં અલગ ગાયકીના અંદાજમાં સંભળાય. એઆઈ આધારિત અવાજની નકલ કરવાની ટેક્રિકથી કોઈ ગાયકના કંઠ જેવો કૃત્રિમ અવાજ તૈયાર કરી શકાય છે. આથી એક જ ગીતની અનેક આવૃત્તિઓ બનાવવાની શક્યતા ઊભી થાય છે. જોકે, જાણીતા કલાકારના અવાજની નકલ કરીને તેનો વ્યાવસાયિક ઉપયોગ કરવા માટે સંમતિ અને અધિકારોનો પ્રશ્ન મહત્ત્વનો રહેશે. ટેક્રોલોજી ઉપલબ્ધ હોવી અને દરેક કલાકારના અવાજમાં ગીતો તૈયાર કરીને મેદાનોમાં વગાડવાની વ્યવસ્થા સામાન્ય બની જવી એ બે અલગ બાબતો છે.
ગરબામાં શબ્દો, ધૂન, ઢોલ-નગારાંના તાલ અને ગાયકીનું મહત્ત્વ છે. એઆઈની મદદથી આ બધાં તત્ત્વોને જોડીને નવાં ગીતો તૈયાર કરી શકાય છે. ગુજરાતી લોકસંગીતના અંદાજમાં નવા શબ્દો, અલગ ધૂન અને વિવિધ પ્રકારના અવાજના પ્રયોગો થઈ શકે છે. યુટ્યુબ પર એઆઈથી ગીત બનાવવાની તાલીમ અને ગરબા યુ ટ્યુબ પર પ્રચલિત છે પણ આખી રાતને રમાડી શકવાની ક્ષમતા હાથવેંત દૂર છે. જો કે આનાથી નાના આયોજકો માટે સંગીત તૈયાર કરવાની પ્રક્રિયા સરળ બની શકે છે.(૪૦.૧૫)
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
